રાજકોટમાં વહેલી સવારે રક્ષાબંધન આવે તે પહેલા ત્રણ વર્ષની માસુમ બહેનનું કરુણ મોત… ઘટના સાંભળીને હૈયુ કંપી ઉઠશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને કે સાંભળીને આપણું હૃદય દ્રવી ઊઠે છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, રક્ષાબંધન પૂર્વે એકની એક બહેનના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો છે. વિધાતા પણ ક્યારેક કઈ હદે ક્રુર લીલા આચરે છે એનું અતિ કરુણ અને હૃદય દ્રાવક ઉદાહરણ પૂરી પાડતી ઘટના રાજકોટમાં નાનામવા રોડ અંબિકા ટાઉનશીપ પાસે બની છે.

ભાઈ બહેન ના પવિત્ર સ્નેહનું પર્વ ઉજવાય એ પહેલા જ એક પરિવારમાં કાળનું ગોઝારું અંધારું છવાઈ ગયું છે. રાજકોટના અંબિકા ટાઉનશીપ પાસે આવેલા શિવ ડ્રીમ એવન્યુ માં રહેતા નેપાળી પરિવારમાં શોક છવાયો છે. આજે વહેલી સવારે ત્રણ મહિનાની માસુમ બાળકી ઊંઘી રહી હતી.

ત્યારે તેની પર તેમનો છ વર્ષનો મોટો ભાઈ પડતા બાળકી ગૂંગળાઈ જતા તેણીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતા બાળકીને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. વિગતવાર જાણીએ તો નાનામવા રોડ પર આવેલા અંબિકા ટાઉનશીપ નજીક માં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતાં વિક્રમભાઈ નેપાળી નામના યુવકની ત્રણ મહિનાની માસુમ દિકરી પ્રતિજ્ઞા પોતાના ઘરે સુતી હતી.

ત્યારે વહેલી સવારે સેટી પર સૂઈ રહેલો છ વર્ષનો મોટો ભાઈ નિંદ્રાધીન હાલતમાં ત્રણ મહિનાની બહેન પર પડતા બાળકી ગૂંગળાઈ ગઈ હતી. ત્યારબાદ માતા પિતાએ બાળકીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જાગી ન હતી અને તેણીને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ત્યાં બાળકી અને ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા નેપાળી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રક્ષાબંધનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ભાઈ ની કલાઈ પર રક્ષા બાંધનાર એકની એક બહેનનું મૃત્યુ નીપજતા માતા-પિતા પણ આઘાતમાં સરી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*