રાજકોટમાં માત્ર 11 વર્ષના બાળકનું રમતા રમતા કરુણ મોત… જાણો એવું તો શું થયું હશે બાળક સાથે…

Published on: 11:08 am, Wed, 20 December 23

આપણે સૌ જાણીએ જ છીએ કે ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં વધુ એક બાળકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વાત કરીએ તો રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર જીઆઇડીસીમાં રહેતા 11 વર્ષનો બાળક અચાનક જ રમતા રમતા જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ બાળકને તાત્કાલિક બેભાન અવસ્થામાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં બાળકની તપાસ કરવામાં આવી હતી.

ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો. માત્ર 11 વર્ષના બાળકનું મોત કયા કારણ અસર થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

પરંતુ એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે. મૃત્યુ પામેલા બાળકનું નામ મિથલેશકુમાર ચંસુરદાસ શર્મા હતું. બાળક ઘરની પાસે અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો.

આ દરમિયાન અચાનક જ તેને કંઈક એવું થયું કે તે જમીન પર ઢળી પડ્યો હતો. માત્ર 11 વર્ષના દીકરાનું મોત થતાં તેના માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકના મોતનું સાચું કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાજકોટમાં માત્ર 11 વર્ષના બાળકનું રમતા રમતા કરુણ મોત… જાણો એવું તો શું થયું હશે બાળક સાથે…"

Leave a comment

Your email address will not be published.


*