આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણી વખત જીમમાં, રમતના મેદાનમાં, ક્રિકેટ રમતી વખતે અચાનક જ લોકોને હાર્ટ એટેક આવે છે અને લોકો મૃત્યુ પામે છે. હાલ રાજ્યમાં યુવાઓને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે.
રાજ્યમાં યુવા વયે હાર્ટએટેકથી એકાએક મૃત્યુ નીપજવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી પુરુષોમાં આ પ્રમાણ વધુ જોવા મળતું હતું ત્યારે આજે ભુજની ખાનગી શાળા ની એક યુવાન શિક્ષિકા નું મેસીવ હાર્ટ એટેક થી સારવાર પૂર્વે મૃત્યુ નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે.
શિક્ષિકા ના મોતથી સમગ્ર શાળામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભુજ થી માંડવી જતા રોડ પર આવેલી દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી ક્રિષ્ના સ્કૂલમાં 42 વર્ષીય શિક્ષિકા દીપલ કેવનભાઈ પટેલ નું હૃદય રોગથી તત્કાળ મૃત્યુ નીપજ્યું હતું.
ગઈકાલે કિન્ડરગાર્ટનના બાળકોને શિક્ષિકા દીપલબેન સવારે 8:30 કલાકે આગામી સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને સ્ટેજ પર પ્રેક્ટિસ કરાવતા હતા. તે સમયે તેમને હાર્ટ એટેક આવવાથી ઢળી પડ્યા હતા, સાથી શિક્ષકો અને ટ્રસ્ટીઓ તત્કાળ તેમને શાળાના વાહનમાં ભુજની લેવા પટેલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા.
પરંતુ હોસ્પિટલના તબીબોએ તેમને સારવાર પૂર્વે જ મૃત જાહેર કર્યા હતા. મૃતક દીપલ પટેલ પતિ અને સંતાનો સાથે માનકુવા નજીક નરનારાયણનગર સોસાયટીમાં રહેતા હતા. આ બનાવથી શાળા, પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શિક્ષણ કાર્ય બંધ કરાવી તમામ છાત્રોને રજા આપી દેવાઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment