સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 19 વર્ષની દીકરીએ કંઈક એવું કર્યું કે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે દીકરીએ ધારદાર વસ્તુ વડે પોતાના પિતાનો જીવ લઈ લીધો હતો.
હાલમાં તો પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દીકરીએ કયા કારણોસર પોતાના પિતાનો જીવ લીધો તેનું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટના ચંદીગઢ માંથી સામે આવી રહી છે, મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુમાઈ હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, બુધવાર એટલે કે 9 ઓગસ્ટના રોજ પોલીસને ફોન આવ્યો હતો કે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી. ત્યારે ત્યાં જાણવા મળ્યું કે, હોસ્પિટલમાં દાખલ કરેલા વ્યક્તિના શરીર ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પોલીસે આ બાબત અંગે પરિવારજનોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે દીકરીએ પોતાના પિતા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિની નાની દીકરીએ જણાવ્યું કે, તેના પિતાને દારૂનું વ્યસન હતું. તેની બહેન ઘરે સિલાઈનું કામ કરતી હતી.
ત્યારે તેના પિતા તેની સાથે અવારનવાર ઝઘડા કરતા હતા. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પિતાની દારૂની લતથી કંટાળીને દીકરીએ પોતાના પિતાનો જીવ લઈ લીધો છે. પરંતુ હજુ આ ઘટનાને લઈને કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી અને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "19 વર્ષની દીકરીએ ગુસ્સામાં આવીને પોતાના પિતાનો જીવ લઈ લીધો… જાણો દીકરી આવું શા માટે કર્યું…"