અમદાવાદમાં બેકાબુ કાર ચાલકે બાઈક સવાર યુવકને લગાવી જોરદાર ટક્કર… યુવકનું કરુણ મોત…

Published on: 6:30 pm, Fri, 11 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, અકસ્માત ને કારણે ઘણા લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. હાલમાં અમદાવાદમાંથી બીજું એક અકસ્માતની ઘટના સામે આવી છે,

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે અમદાવાદના એલિસ બ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. ઘટનાને લઇ લોકો ભેગા થઈ ગયા હતા, આ તરફ અકસ્માત સર્જાયા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના પછી વધુ એક અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે અમદાવાદના એલિસ બ્રિજ પરથી જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક બેફામ કાર ચાલકે બાઈકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા બાદ તેનું મોત થયું હતું.

અમદાવાદમાં બેફામ કારચાલકોના ભોગે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. નોંધનીય છે કે હાલમાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાયે બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા તે બાદ મણીનગર સહિત અનેક વિસ્તારોમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. આ દરમિયાન હવે શહેરના એલિસ બ્રિજ પર અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ તરફ અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં બેકાબુ કાર ચાલકે બાઈક સવાર યુવકને લગાવી જોરદાર ટક્કર… યુવકનું કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*