કહેવાય છે કે અંગદાન એ મહાદાન!ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં ડીલેવરી સમય માતાને એટીક આવતા સિઝેરિયન થી દીકરીનો જન્મ થતાની સાથે જ કમનસીબે એ બંનેના મોત થઈ ગયા ત્યારે તેમના પરિવારમાં શોકની લાગણી જવાઈ ગઈ હતી.
એવામાં જ તબીબો દ્વારા તેમના પરિવારજનોને અંગદાન અંગેની માહિતી આપવામાં આવી. વિસ્તૃતમાં જણાવીશ તો જૂનાગઢમાં 29 વર્ષીય પુત્રવધુનું અવસાન થતાની સાથે જ ડોક્ટરો દ્વારા તેમના પરિવારજનોને અંગધાન વિશેની જાણકારી આપવાની સાથે જ પરિવાર દ્વારા તેના બંને ચક્ષુનું દાન કરવામાં આવ્યો અને સમાજમાં અંગદાન અંગેનો પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું.
આ 29 વર્ષીય પુત્રવધુ ન અવસાન બાદ તેમની બંને ચક્ષુ દાન કરવાથી બે વ્યક્તિને રોશની મળતા તેમનો અંધાપો દૂર થયો ત્યારે એ ખૂબ જ ગર્વ ભરી વાત કહેવાય જેમાં અંગદાન કરવું એ ખૂબ જ મહત્વનું દાન ગણી શકાય છે. વાત જાણે એમ છે કે જુનાગઢમાં રહેતા એ શ્રીનાથભાઈ સોલંકી ના 29 વર્ષીય પત્ની એવા મોનિકાબેન કે જેઓ પ્રેગનેટ હતા અને નવમો મહિનો ચાલી રહ્યો હતો.
ત્યારે ડીલેવરી સમયે જ તેમને એટેક આવી ગયો. એવામાં જ તાત્કાલિક તેમના ગર્ભસ્થ બાળકને જીવિત હોવાનું જણાવતાની સાથે જ સિઝેરિયન કરી નવજાતને બહાર કાઢવામાં આવ્યું હતું. પરંતુ તેને પણ ઇન્ફેક્શન લાગતાની સાથે જ બાળકીનું પણ મોત થઈ ગયું. માતા અને બાળકી બંનેના મોત થતાની સાથે જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
તેવામાં સોલંકી પરિવારે મોનિકાબેન નાં ચક્ષુનું દાન કરવાનો નિર્ણય લીધો. પરિણામે જૂનાગઢના પંજોરી આઈ કલેક્શન સેન્ટર દ્વારા 114 ચક્ષુદાન ડોક્ટર સુરેશભાઈ અંજીયા અને એડવોકેટ ગીરીશભાઈ મશરુ દ્વારા સ્વીકારવામાં આવ્યો. આ સોલંકી પરિવાર દ્વારા ચક્ષુદાન કરવાના મહત્વના નિર્ણયથી બે વ્યક્તિની આંખોની રોશની મળતા તેમનો અંધાપો દૂર થયો.
આવી રીતે જો દરેક વ્યક્તિ જાગૃત બને અને જ્યારે પણ પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમના અમુક અંગોનો દાન કરવામાં આવે તો ઘણા જરૂરિયાત મંદ વ્યક્તિઓનો નવજીવન પ્રાપ્ત થઈ શકે છે.એવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું આ સોલંકી પરિવાર કે જેમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેમના ચક્ષુદાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલું જ નહીં પરંતુ જુનાગઢમાં 24 કલાક અને 365 દિવસ ચક્ષુદાન સેવા ચાલુ જ રહે છે, એ માટે 9826935075 નંબર પર સંપર્ક કરવા અનુરોધ કર્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment