રાજકોટમાં સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધોરણ-12ના વિદ્યાર્થીનું કરુણ મોત… દીકરાના મોતના સમાચાર સાંભળીને પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા…

રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધોરણ 12 નો વિદ્યાર્થી અચાનક જ ચક્કર ખાઈને બેભાન થઈ ગયો હતો. જેના કારણે સ્કૂલમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પછી વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરંતુ અહીં ફરજ પરના ડોક્ટરે વિદ્યાર્થીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને કરવામાં આવી હતી. જેના કારણે પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ મુદિત અક્ષયભાઈ નડીયાપરા હતું.

દીકરાના મોતના સમાચાર મળતા જ પિતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને માત્ર સામાન્ય શરદી ની તકલીફ હતી. પાંચ પૂરા થયા બાદ રિસેસ હતી. ત્યારબાદ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ક્લાસમાં બેઠો હતો. ત્યારે અચાનક જ તેને ચક્કર આવ્યા હતા.

મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષની હતી અને તે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. પામેલા વિદ્યાર્થીના પિતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પિતાને ક્યાં ખબર હશે કે તેમના જ દીકરાનું મૃતદેહ ત્યાં આવશે.

ઘટનાને લઈને ક્લાસના ટીચર દક્ષાબેને જણાવ્યું કે, મોદીત એકદમ બરાબર હતો. નાસ્તો પાણી કરીને તે પરીક્ષા આપવા માટેની તૈયારી કરી રહ્યો હતો. આજરોજ છઠ્ઠા અને સાતમા પેરેડમાં ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાની હતી. ત્યારે અચાનક જ મોદી બેભાન થઈ ગયો હતો. પછી તેના ઉપર તાત્કાલિક અમે પાણી છાંટીને 80 રૂમમાં લઈ ગયા હતા.

ત્યારબાદ 108 ને બોલાવીને વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિદ્યાર્થીની તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક જ દીકરાનું મોત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં એવી શંકા છે કે દીકરાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*