ધાબા ઉપરથી પડી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ, મૃત્યુ પછી એવો ખુલાસો થયો કે… જુઓ ઘટનાનો વિડીયો

Published on: 12:58 pm, Mon, 12 September 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનાના વીડિયોમાં એક મહિલા મકાનના ધાબા પરથી નીચે પડતી જોવા મળી રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે મહિલાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ઘરના ધાબા ઉપરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના બનતા જ નીચે ઉભેલા લોકો મહિલા પાસે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર સાસરીયાઓ એ દહેજમાં મહિલા પાસે બે લાખ રૂપિયા અને એક બાઈકની માંગણી કરી હતી. જ્યારે દહેજ આપવાનીના પાડી ત્યારે સાસરિયાંઓ મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. આ ઘટના 19 ઓગસ્ટના રોજ બની હતી. પરંતુ તેનો વિડિયો હાલમાં સામે આવ્યો છે.

સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસે રવિવારના રોજ સાંજે મૃત્યુ પામેલી મહિલાના પતિ અને સાસરીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાને તમામ આરોપીઓ ફરાર છે. આ હચમચાવી દેનારી ઘટના ગ્વાલિયરમાં બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ સીમા હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી.

2020 માં જાન્યુઆરી મહિનામાં સીમાના લગ્ન અંકિત નામના યુવક સાથે થયા હતા. સીમાના પિતાએ કહ્યું કે લગ્નમાં કોઈ કસર છોડવામાં આવી ન હતી, પરંતુ લગ્નના થોડાક મહિના પછી જ સીમાનો પતિ અને તેના સાસરિયાઓ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને સીમાના પિતાનું આરોપ છે કે, સાસરીયાઓ તેની દીકરી પાસે દહેજમાં બે લાખ રૂપિયા અને એક બાઈક માંગતા હતા. જ્યારે દીકરી એ દહેજ આપવાની ના પાડી તો તેઓએ તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. દરરોજ સીમા ને પરેશાન કરતા હતા. જેનાથી કંટાળીને સીમાયો 19 ઓગસ્ટના રોજ મકાનના ધાબા પરથી કૂદીને પોતાનું જીવન અટકાવી લીધું.

સમગ્ર ઘટનાની તપાસ બાદ પોલીસે સીમાના પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 19 ઓગસ્ટના રોજ એક મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તે ઘટનાનો વિડીયો રવિવારના રોજ સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી અને આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધાબા ઉપરથી પડી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ, મૃત્યુ પછી એવો ખુલાસો થયો કે… જુઓ ઘટનાનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*