તિથલના દરિયામાં ડૂબી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ…પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ખબર પડી આ તો…

Published on: 10:24 am, Tue, 6 September 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. વલસાડ સીટી પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલનું ગત મોડી રાત્રે તિથલના દરિયામાં ડૂબી જવાના કારણે કરોડ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા વલસાડ સીટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સુસાઇડ છે કે અકસ્માત તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃત્યુનો ચોક્કસ કારણ જાણવાની કામગીરી હાથ ધરી છે.

મલ્ટી માહિતી અનુસાર વલસાડ સીટી પોલીસ મથકે પૂજાબેન નામની મહિલા થોડાક સમય પહેલા જ પોલીસ વિભાગમાં જોડાઈ હતી. ત્યારે ગઈકાલે રાત્રે વલસાડના તિથલ બીચ ખાતે ડૂબી જવાના કારણે પૂજાબેન નું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા વલસાડ સીટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે પૂજા બહેનના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. મળતી માહિતી અનુસાર વલસાડના અબ્રામા પોલીસ હેડ ક્વોર્ટર રોડ ઉપર આવેલી તુલસી વન સોસાયટીમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ પૂજા કોલેજ નો અભ્યાસ પૂર્ણ કરીને પોલીસ વિભાગમાં નોકરીમાં જોડાઈ હતી. પૂજા બહેનને પહેલું પોસ્ટિંગ વલસાડ સીટી પોલીસ મથકમાં મળ્યું હતું.

તેઓ છેલ્લા બે વર્ષથી અહીં ફરજ બજાવી રહ્યા હતા. મહિલા કોન્સ્ટેબલની મૃત્યુની ઘટના સુસાઇડ છે કે અકસ્માત એ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ પોલીસે હાલમાં મહિલા કોન્સ્ટેબલ નું અગમ્ય કારણોસર દરિયામાં પડી જવાના કારણે મૃત્યુ થવા હોવાનો ગુનો એડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તિથલના દરિયામાં ડૂબી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ…પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ખબર પડી આ તો…"

Leave a comment

Your email address will not be published.


*