પતિએ ‘શેર બજારમાં પૈસા રોક્યા’ તેથી પત્નીએ પતિ સાથે ઝઘડો કર્યો, ત્યારબાદ બન્યું એવું કે ઘરના સોફા ઉપરથી પત્નીનું…

Published on: 10:48 am, Tue, 6 September 22

હાલમાં એક વિચિત્ર જીવ લેવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો છે. પત્નીનો જીવ લીધા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સરેન્ડર કર્યું હતું. આ ઘટના મુંબઈ શહેરના નાલાસોપારાના પશ્ચિમ વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી અનુસાર શનિવારના રોજ અડધી રાત્રે પત્નીએ પોતાના પતિ પાસે પૈસા માંગ્યા હતા. જેના કારણે વિવાદ થઈ ગયો હતો. ત્યારબાદ આ વિવાદ એટલો વધી ગયો કે પતિએ ગુસ્સામાં પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. પોલીસે આમ અમને આરોપી પત્ની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, યશવંત ગૌરવ ના આનંદ વ્યૂ  એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. આજથી દોઢ વર્ષ પહેલા 25 વર્ષીય ભાવિન રમેશભાઈ ઠક્કર નામના યુવકના પશ્ચિમ બંગાળના 22 વર્ષીય મુન્ની નામના યુવતી સાથે મિત્રતા થઈ હતી.

ત્યારબાદ બંને લવ મેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ બંનેનું સુખમય રીતે જીવન પસાર થઈ રહ્યું હતું. ત્યારે ગત શનિવારના રોજ મોડી રાત્રે મુન્નીએ પોતાના પતિ ભાવિન પાસે 20 હજાર રૂપિયા માંગ્યા હતા. ત્યારે આવીને પોતાની પત્નીને કહ્યું કે ‘મેં બધા રૂપિયા શેર માર્કેટમાં રોક્યા છે, ચાર પાંચ દિવસમાં આવશે’

ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આ ઝગડો આટલો વધી ગયો કે ભાવિને આવેશમાં આવીને પોતાની પત્નીને ધક્કો લગાવીને સોફા ઉપર પાડી દીધી. ત્યારબાદ ગળું દબાવીને પોતાની પત્નીનો જીવ લઈ લીધો. આ કારણોસર મુન્નીનું દર્દનાક મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારબાદ ભાવીને રવિવારના રોજ બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિએ ‘શેર બજારમાં પૈસા રોક્યા’ તેથી પત્નીએ પતિ સાથે ઝઘડો કર્યો, ત્યારબાદ બન્યું એવું કે ઘરના સોફા ઉપરથી પત્નીનું…"

Leave a comment

Your email address will not be published.


*