બાઈક લઈને જતા પોલીસ કર્મચારીનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત, પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી પુષ્પાંજલિ અર્પણ કરી…અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 5:40 pm, Tue, 27 December 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સતત વધતી જતી અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ગોધરાના એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બનતા જ મૃતક પોલીસ કર્મચારીના પરિવારજનો અને પોલીસ બેડમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટના પંચમહાલ જિલ્લા ખાતે આવેલા પશુ દવાખાનાની પાસેથી પસાર થતાં હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર બની હતી. મળતી માહિતી અનુસાર શહેરના તાલુકાના લાભી ગામે રહેતા અને ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા શૈલેષભાઈ ભીમાભાઇ પગીએ અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

શૈલેષભાઈ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બાઈક અને ટેકટર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં શૈલેષભાઈ બાઈક પરથી ફંગોળાઈને રોડ પર નીચે પડ્યા હતા. આ ઘટનામાં તેમના પગના ભાગે એને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા શૈલેષભાઈ ને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. શૈલેષભાઈ ના મૃત્યુની જાણ થતા તેમના પિતા અને ગામના અગ્રણીઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ગોધરાના ડીવાયએસપી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા શૈલેષભાઈના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ કર્મચારી શૈલેષભાઈ નું મોત થતા પોલીસબેડામાં માતમ છવાઈ ગયો છે. પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શૈલેષભાઈને સન્માન સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શૈલેષભાઈની અંતિમ વિદાય વખતે આખું ગામ હિબકે ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક લઈને જતા પોલીસ કર્મચારીનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત, પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી પુષ્પાંજલિ અર્પણ કરી…અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*