મિત્રો આપણું મૃત્યુ ક્યારે અને ક્યાં આવે તે આપણે પણ જાણતા નથી. મિત્રો તમે ઘણા એવા વિડિયો જોયા હશે, જેમાં કેટલાક લોકોનું ચાલતા ચાલતા મૃત્યુ થતું હોય છે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સામે આવી રહ્યો છે. જે જોઈને તમે પણ ચોકી ઉઠશો. મિત્રો તમે ઘણી એવી અકસ્માતની ઘટનાના વિડીયો જોયા છે.
જેમાં ઘણા લોકો રસ્તા પર ચાલતી વખતે અકસ્માત નો શિકાર બનતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કાંઈક એવું જ બન્યું છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી અને એક યુવક બંને સાથે રોડ પર ચાલતા નજરે પડી રહ્યા છે.
આ દરમિયાન યુવક અકસ્માતનો શિકાર બને છે અને પોતાનો જીવ ગુમાવે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પાછળથી ખૂબ જ ઝડપથી આવતું એક ટાયર રોડ પર ચાલીને જઈ રહેલા યુવક સાથે અથડાય છે. જેના કારણે યુવક ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો.
આ દરમિયાન તેની સાથે ચાલી રહેલી મહિલા તેને ઉચકવાનો પ્રયાસ કરે છે પરંતુ તે ઉઠતો નથી. કદાચ એવું લાગી રહ્યું છે કે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હોય છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.
Where tf did that come from? pic.twitter.com/kmbPGQWKKe
— Crazy Tweets ??? (@Crazytweets100_) August 5, 2022
અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વિડીયો ટ્વીટર પર crazy tweets નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment