પૂરપાટ ઝડપે આવતી કારે કોન્સ્ટેબલને કચડી નાખ્યો, કોન્સ્ટેબલનું કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 4:32 pm, Sat, 6 August 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સામે આવ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં પૂરપાટ ઝડપે એક કારે ફરજ પરના કોન્સ્ટેબલને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં કોન્સ્ટેબલનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટના જોધપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ મોડી રાત્રે 11.40 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં 26 વર્ષે કોન્સ્ટેબલ રમેશ સરનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. રમેશ ઝાલમંદ ચોકડી પર નાકાબંધી પર ફરજ બજાવી રહ્યો હતો. પોતાની તરફ ઝડપે આવતીકાલ જોઈને રમેશ ડિવાઈડર પર ચડી ગયો હતો.

તે પોતાનો જીવ બચાવવા માટે રેલિંગ પણ કૂદે છે. પરંતુ પૂર્વ ઝડપે આવતીકાલ રમેશને જબરદસ્ત ટક્કર લગાવે છે. આ અકસ્માતની ઘટનામાં રમેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ કાર્ડ ચલાવી રહેલા એડવોકેટ મહિપાલ વિશ્નોઈ કારમાંથી બહાર નીકળ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રમેશને લગભગ બાર વાગ્યાની આસપાસ 1.5 કિલોમીટર દૂર આવેલી AIIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દોઢ કલાકની સારવાર બાદ રમેશનું મૃત્યુ નીપજ્યું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી વકીલને સ્ટડીમાં લઈ લીધો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રમેશના મૃત્યુની જાણ પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આજરોજ રમેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત દેને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે રમેશના મૃત્યુના સમાચાર સાંભળીને કેટલાક અધિકારીઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ઉપરાંત રમેશના સંબંધીઓ પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂરપાટ ઝડપે આવતી કારે કોન્સ્ટેબલને કચડી નાખ્યો, કોન્સ્ટેબલનું કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*