મિત્રોની નજર સામે મિત્રનું કરુણ મૃત્યુ..! ટ્રકના હુકમાં બેગ ફસાઈ જતાં, યુવક 20 ફૂટ સુધી ઘસડાયો…અંતે યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 3:32 pm, Sat, 3 September 22

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે બની હતી. આ ઘટનામાં એક બેકાબુ ટ્રક પાર્ક કરેલી બાઈક સાથે અથડાયો હતો. મળતી માહિતી અનુસાર એક વિદ્યાર્થી બેગ લટકાવીને બેઠો હતો.

મળતી માહિતી અનુસાર ટ્રકના એક હુક સાથે વિદ્યાર્થીનું બેગ ફસાઈ ગયું હતું. જેના કારણે વિદ્યાર્થી ટ્રક સાથે લગભગ 20 ફૂટ સુધી ખસેડાયો હતો. ત્યારબાદ એક કાર ચાલકે ટ્રક ચાલકને રોક્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ટ્રકમાં ફસાયેલા યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ હતા.

ઘટના સ્થળે ભેગા થયેલા લોકો ભારે ગુસ્સામાં હતા તેથી તેમને ટ્રકની સળગાવી દીધો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટના સ્થળે હોબાળો કરી રહેલા લોકોને શાંત પાડવાના પોલીસે પ્રયાસ કર્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ હેમંત ગૌતમ હતું. તે બીએ માં અભ્યાસ કરતો હતો અને એક કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો.

મળતી માહિતી અનુસાર હેમત, પંકજ અને મોહિત નામના યુવક ગામમાં ભાડા ની રૂમમાં રહેતા હતા. આજરોજ વહેલી સવારે ત્રણે બાઈક પર ડ્યુટી પર જતા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પંકજ રાજપુતે કહ્યું કે, હું રાબેતા મુજબ બાઈક પર ડ્યુટી પર જતો હતો.

આ ઘટના બની ત્યારે હું બાઈક ચલાવતો હતો. મોહિત વચ્ચે બેઠો હતો અને હેમત સૌથી પાછળ બેઠો હતો. આ દરમિયાન રસ્તા પર એક ગાય બેઠી હતી. ત્યાં એક કાર પણ ઉભી હતી એટલે અમે બાઈક ઉભી રાખી દીધી હતી. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે અમારી બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે અમે સાઈડ પર પડી ગયા હતા. પરંતુ હેમતનું બેગ ટ્રકમાં ફસાઈ ગયું હતું.

જેના કારણે હેમત 20 ફૂટ સુધી ટ્રકની સાથે ઘસડાયો હતો. જેના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બનતા સ્થાનિક લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને તેમને ગુસ્સામાં ટ્રકને સળગાવી દીધો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાને સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રોની નજર સામે મિત્રનું કરુણ મૃત્યુ..! ટ્રકના હુકમાં બેગ ફસાઈ જતાં, યુવક 20 ફૂટ સુધી ઘસડાયો…અંતે યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*