વડોદરામાં બનેલી એક દુખદાયક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. વડોદરાના વડસર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન સાતમા માળેથી નીચે પડી જતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ દર્દના ઘટના બુધવારના રોજ સવારના સમયે બની હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, દીકરીના જન્મદિવસના દિવસે જ પિતાનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર દિકરી નો જન્મદિવસ હોવાના કારણે વહેલી સવારે તેઓ વડોદરા થી અમદાવાદ જવાના હતા. જેથી તે ફ્લેટની ટાંકીમાં પાણી ભરવા ચડ્યા હતા. આ દરમિયાન તેઓ નીચે પડ્યા હતા.
તેથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારના લોકોને આ અકસ્માત નહીં પરંતુ જીવ લેવામાં આવ્યો હોવાની શંકાઓ સેવી રહ્યા છે. વડોદરા શહેરના વડસરના ડ્રીમ આત્મનવન ફ્લેટમાં રહેતા 35 વર્ષીય ટોનીસ ક્રિશ્ચિયન ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેઓ લેટમાં રૂમ રાખીને અન્ય યુવકો સાથે રહેતા હતા.
છેલ્લા બે દિવસથી તેમના રૂમમાં પાણી આવતું ન હતું. બુધવારના રોજ તેમની દીકરીનો જન્મદિવસ હોવાના કારણે તેઓ પોતાનું ઓફિસનું કામ વહેલા પતાવીને અમદાવાદ પોતાની દીકરી પાસે જવાના હતા. જેથી તેઓ ફ્લેટની ટાંકીમાં પાણી લેવા માટે ગયા હતા. આ દરમિયાન તેમનું સંતુલન બગડતા તેઓ સાતમા માળેથી નીચે પડ્યા હતા.
આ ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના સાળાનું કહેવું છે કે, મારા જીજાજી ટાંકી પરથી પડ્યા નીચે પડ્યા તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ વાત કરીએ તો ટાંકી અને ધાબાની પાળ વચ્ચે ઘણું અંતર છે. તેઓ ટાંકી ઉપરથી નીચે પડ્યા હોત તો તેઓ ધાબામાં જ પડેત. અમને શંકા છે કે કોઈ તેમનો જીવ લીધો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment