જૂનાગઢના ખેડૂતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ, પરિવારજનોએ અંગદાન કરીને અમદાવાદના દર્દીને નવું જીવનદાન આપ્યું…

અંગદાન એ જ મહાદાન!ત્યારે એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કોઈપણ વ્યક્તિને બ્રેઇન ડેડ થાય ત્યારબાદ તેના અંગોનું દાન કરવામાં આવે છે એવો જ એક કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે કે જ્યાં વંથલી તાલુકાના 66 વર્ષીય વૃદ્ધ ખેતર ના ઘરમાં પડી ગયા હતા અને આઠ દિવસની સારવાર બાદ પણ કારગત ન નિવડતા તેમનું બ્રેઇન ડેડ થતા મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારે એ મૃતક ખેડૂતના અંગોનું દાન કરી પરિવારજનોએ સમાજમાં એક અનોખો દાખલો બેસાડયો છે.પરિવારજનો દ્વારા એ મૃત્યુ ખેડૂતના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ તબીબો દ્વારા મૃતક ખેડૂતને કીડની અને લીવરને ગ્રીન કોરિડોર મારફતે કેશોદ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા.

ત્યારે નવાઈની વાત તો એ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત તંત્ર દ્વારા ગ્રીન કોરિડોર ઉભો કરી 350 કિમી નું અંતર માત્ર 118 મિનિટમાં જ એ દર્દી સુધી અંકો પહોંચાડવામાં આવ્યા અને એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યો. વિસ્તૃતમાં વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં રવની ગામે રહેતો એ ગજેરા પરિવાર કે જેમાં એક સ્વજનનું અંગદાન કરીને સમાજમાં એક નવી રાહ ચીંધી છે.

ત્યારે એ મૃતકના સંબંધી એક એવા સંજયભાઈ ગજેરા હે કહેતાં કહ્યું કે અઠવાડિયા પહેલા જ અમારા એક 66 વર્ષીય સ્વજન મગનભાઇ ગજેરા કે જેઓ પોતાના જ ઘરમાં કોઈ કારણસર પડી જતાં તેમના મગજમાં ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

8 દિવસ બાદ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. ત્યારે વાત કરવામાં આવે તો મંગળવારની રાત્રે અચાનક મગનભાઈ નું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું,ત્યારે ડોક્ટરો દ્વારા તમામ પ્રકાર ના ચેકિંગ કર્યા બાદ મગનભાઈ ને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારે તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન વિશેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે મગનભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય પરિવારજનો દ્વારા લેવાતા સમાજમાં નવો દાખલો બેસાડયો છે. માત્ર 110 મિનિટનું અંતર કાપી એર એમ્બ્યુલન્સ દ્વારા મગનભાઈના એ અમુક અંગો ને દર્દી સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

અને વાત કરે તો હાલ કીડની અને લીવરને જરૂરિયાતવાળા એક દર્દી અમદાવાદની હોસ્પિટલમાં હોવાની માહિતી મળી ને તરત ડોક્ટરનો સંપર્ક કરી વાતચીત કરતાં ગઇકાલે બુધવારે સવારે અમદાવાદની હોસ્પિટલમાં તબીબો દ્વારા દર્દી સુધી એ અંગો પહોંચાડવામાં આવ્યા હતા. આવી જ રીતે કોઈ પણ વ્યક્તિનું બ્રેઇનડેડ થાય ત્યારબાદ તે વ્યક્તિનું અંગ દાન કરવાથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*