4 વર્ષના બાળકના પિતાએ સાડી વડે ગળાફાસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 5:24 pm, Thu, 26 May 22

પાલીમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ સવારે પાલી શહેરના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના વિધિ નગરમાં એક ઘરમાંથી એક વ્યક્તિનું મૃતદેહ જમીન પર મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર પરિવારજનોએ યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ કપિલ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. મંગળવારના રોજ રાત્રે દરરોજની જેમ કપિલે પોતાની રૂમમાં સુવા ગયો હતો.

ત્યારે બુધવારના રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ રૂમમાંથી કાંઈક પડવાનો અવાજ આવ્યો હતો. જેના કારણે પરિવારના લોકો કપિલના રૂમ પાસે પહોંચી ગયા હતા. દરવાજો અંદરથી બંધ હતો તેથી પરિવારજનોએ દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ લીધો હતો.

જ્યારે પરિવારના લોકો રૂમમાં ગયા ત્યારે જમીન ઉપર કપિલનું મૃતદેહ પડેલું હતું. અને પંખા સાથે સાડી બાંધેલી હતી. મળતી માહિતી અનુસાર કપિલના વજનના કારણે સાડી તૂટી ગઈ હશે અને કપિલ જમીન પર પડ્યો હશે. ત્યારબાદ પરિવારના લોકો કપિલે સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે કપિલે મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો કપિલ એક કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. કપિલના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. પહેલે ચાર વર્ષનો બાળક પણ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે કપિલની પત્ની પિયર ગઈ હતી. કપિલના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. કપિલે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!