બુધવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મોડી સાંજે એક ઇલેક્ટ્રિશિયનનું વીજ કરંટ લાગવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની ઉંમર માત્ર 20 વર્ષની હતી અને તેનું નામ દિલીપ કુમાર હતું.
મળતી માહિતી અનુસાર દિલીપ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. બુધવારના રોજ મોડી સાંજે લગ્નમાં વીજળી સંબંધિત ડેકોરેશનનું કામ દિલીપ કરતો હતો. મળતી માહિતી અનુસાર આ દરમિયાન દિલીપને અચાનક વીજળીનો કરંટ લાગ્યો હતો. આ કારણોસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ત્યારબાદ દિલીપ અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તો રસ્તામાં દિલીપનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. તેમ છતાં પણ દિલીપને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે દિલીપને મૃત જાહેર કર્યો હતો.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને દિલીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ દિલીપના માતા અને પિતા હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.
હોસ્પિટલમાં પુત્રનો મૃતદેહ જોઈને માતા પિતા બેભાન થઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. દિલીપના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા દિલીપના કાકાએ જણાવ્યું કે, દિલીપ સવારે આઠ વાગે કામ માટે ઘરેથી નીકળી ગયો હતો અને સાંજના સમયે તે ધામર ગામમાં તિલક સમારોહમાં ઈલેક્ટ્રીકનું કામ કરવા માટે ગયો હતો. આ દરમિયાન તેને વીજ કરંટ લાગ્યો હતો અને તેનું કરૂણ મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment