દારૂની હેરાફેરી કરનાર લોકોએ એક પોલીસ ASIને લગાવી જબરદસ્ત ટક્કર, પોલીસ ASIનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:42 am, Thu, 26 May 22

બુધવારના રોજ મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ બનેલી એક ઘટનામાં પોલીસ ASIનું ડ્યુટી દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા ASIનું નામ સુરેન્દ્ર ગેહલોત હતું. તેઓ બુધવારના રોજ મોડી રાત્રે સિધવાલ પંચાયતના ટિકરી મોડ પાસે વાહનોની તપાસ કરી રહ્યા હતા.

ત્યારે તેમને દારૂના ડીલિવરી અંગે માહિતી મળી હતી. તપાસ દરમિયાન પોલીસ ASI સુરેન્દ્ર ગેહલોતને એક કારને આવતી જોઈને એના પર શંકા ગઈ હતી. તેથી તેમને તે કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસને જોઈને દારૂની હેરાફેરી કરતા લોકો ભાગવા લાગ્યા હતા.

જ્યારે ASI સુરેન્દ્ર ગેહલોતે દારૂની હેરાફેરી કરનાર લોકોની કાર રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ASI સુરેન્દ્ર ગેહલોતને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે ASIનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

આ ઘટના બન્યા બાદ દારૂની હેરાફેરી કરતા લોકોની કાર ઘટનાસ્થળેથી લગભગ 200 મીટર દૂર એક ઊંડી ખીણમાં પલ્ટી ખાઇ ગઇ હતી. આ ઘટના બન્યા બાદ દારૂની હેરાફેરી કરનાર લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ ઘટના બન્યા બાદ અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ મૃત્યુ પામેલા પોલીસ ઓફિસરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા પોલીસ ઓફિસરના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર દારૂની હેરાફેરી કરનાર લોકોની કાર થોડેક દૂર જઈને અકસ્માતનો ભોગ બની હતી. ત્યારબાદ તમામ હેરાફેરી કરનાર લોકો ઘટનાસ્થળે કાર મુકીને ભાગી ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દારૂની હેરાફેરી કરનાર લોકોએ એક પોલીસ ASIને લગાવી જબરદસ્ત ટક્કર, પોલીસ ASIનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*