ટાવેરા કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર 4 મિત્રોએ એક સાથે ગુમાવ્યા પોતાના જીવ…

Published on: 11:14 am, Thu, 26 May 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. તમે ઘણી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં અકસ્માતને કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે બુધવારના રોજ વહેલી સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં એક કાર કન્ટેનર ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ચાર મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે આ અકસ્માતની ઘટના વધી ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં બિહારથી ઘરે પરત ફરી રહેલા મિત્રોને રસ્તામાં અકસ્માત નડયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. અકસ્માતના પગલે મૃતકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ચાર મિત્રો બકરી અને ઘેટાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે સોમવારના રોજ સવારે કારમાં બિહાર ગયા હતા. તેઓ બુધવારના રોજ વહેલી સવારે કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર ઘરે પરત ફરી રહેલા ચાર મિત્રોની કાર કન્ટેનર ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચારેય મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે આ અકસ્માતની ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ચાર મિત્રો ના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટાવેરા કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર 4 મિત્રોએ એક સાથે ગુમાવ્યા પોતાના જીવ…"

Leave a comment

Your email address will not be published.


*