ઉમરિયામાં ગુરૂવારના રોજ સવારે 11 વાગે એક ચાર વર્ષનો માસૂમ બાળક 30 ફૂટના બોરવેલમાં પડી ગયો હતો. બોરવેલ 150 થી 200 ઊંડું હતું. પરંતુ બાળક 30 ફૂટી ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસન ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બાળકને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
ખાડામાં પડેલા બાળકનું નામ ગૌરવ હતું. ખાડામાં પડેલા ગૌરવનું જીવ બચ્યો નથી. મળતી માહિતી અનુસાર લગભગ 16 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ માસુમ ગૌરવને બહાર કાઢવામાં આવ્યો હતો. 25 ફેબ્રુઆરીના રોજ સવારે ચાર વાગ્યે બાળકને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેને કટની જિલ્લાના બારફી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટર દ્વારા ગૌરવને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ડોક્ટરે જણાવ્યું કે પાણીમાં ડૂબી જવાના કારણે ગૌરવનું કરૂણ મૃત્યુ થયું છે.
સમગ્ર ઘટનાને લઇને ડોક્ટરે જણાવ્યું કે, ગૌરવને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો તેના 7 થી 8 કલાક પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સવારે 11 વાગે ગૌરવ રમતો રમતો મેદાનમાં બાંધેલા બોરવેલમાં પડી ગયો હતો.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને ગૌરવની બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
16 કલાક બાદ ગૌરવને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ ગૌરવની સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે ગૌરવને મૃત જાહેર કર્યો હતો. આ કારણે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment