ભાવનગરમાં એક જ પરિવારના 4 સભ્યો એક પછી એક ડેમમાં ડૂબી જતાં કરૂણ મૃત્યુ – એક ગામમાંથી 4 લોકોની અર્થે ઉઠશે…

Published on: 10:26 am, Tue, 31 May 22

ભાવનગરમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામમાં આ દરગાહ ઘટના બની હતી. અહીં ડેમમાં ડૂબી જવાના કારણે એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. આ ઘટના બધા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક યુવક ડેમમાં ડૂબી રહ્યો હતો, ત્યારે યુવકની માત, બહેન અને ભાભી યુવકને બચાવવા માટે ડેમમાં કૂદે છે.

પરંતુ ઊંડા પાણીમાં ચારેય ડૂબી જાય છે. આ ઘટના બન્યા બાદ ચારેય બાજુ અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર સેદરડા ગામમાં રહેતા એક પરિવારની મહિલા બપોરના સમયે ગામની સીમમાં આવેલા રોઝકી ડેમ ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી.

જેમાં 45 વર્ષીય મંગુબેન આનંદભાઈ બારૈયા, 22 વર્ષીય દક્ષાબેન મુન્નાભાઈ શિયાળ, 21 વર્ષીય કાજલબેન પ્રદીપભાઈ બારૈયા અને 21 વર્ષીય નિકુલ આનંદભાઈ બારૈયા ડેમ પર હાજર હતા.  ત્યારે નિકુલ ડેમની પાળી પર આટા ફેરા મારી રહ્યો હતો. આ દરમિયાન અચાનક નિકુલનો પગ લપસે છે અને તે ડેમના ઊંડા પાણીમાં પડી જાય છે.

નિકુલને ડૂબતો જોઈને તેની માતા મંગુબેન તેને બચાવવા માટે પાણીમાં કૂદી છે. જેમાં મંગુબેન પણ ઊંડા પાણીમાં ડુબવા લાગે છે. પોતાના સાસુમા અને દિયરને ડૂબતા જોઈને પુત્રવધુ કાજલ પણ તેમને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવે છે. ત્રણેય પૈકી એક પણને તરતા આવડતું ન હતું.

જેના કારણે ત્રણેય ડેમના ઊંડા પાણીમાં ડુબવા લાગે છે. છેલ્લે આ ત્રણેયને ડૂબતા જોઈને કિનારે ઉભેલી દક્ષા આ ત્રણેયને બચાવવા માટે પાણીમાં કૂદે છે. પરંતુ દક્ષા પણ ઊંડા પાણીમાં ડુબવા લાગે છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને ગામના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં હાજર થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ તથા ફાયર વિભાગની ટીમ અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ ચારેયના મૃતદેહને ડેમ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ સમગ્ર પંથક અને સેદરડા ગામમાં શોક મોજુંનું ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરમાં એક જ પરિવારના 4 સભ્યો એક પછી એક ડેમમાં ડૂબી જતાં કરૂણ મૃત્યુ – એક ગામમાંથી 4 લોકોની અર્થે ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*