એક સાથે પાણીમાં ડૂબી જવાના કારણે ધોરણ 11 માં ભણતા 3 વિદ્યાર્થીઓના કરૂણ મૃત્યુ, 2 વિદ્યાર્થીઓ પરિવારના એકના એક દીકરા હતા…

આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં નદીમાં કે ડેમમાં ન્હાવા પડેલા બાળકોના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થતા હોય છે. ત્યારે ભોપાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 11 માં ભણતા ત્રણ વિદ્યાર્થીઓના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર ધોરણ 11 માં ભણતા ચાર વિદ્યાર્થીઓ કેરવા ડેમમાં ન્હાવા પહોંચ્યા હતા.

ચારમાંથી એક વિદ્યાર્થી ન્હાવા માટે ડેમમાં ઉતરે છે. ત્યારે તે વિદ્યાર્થી અચાનક ગમવા લાગે છે. જેને બચાવવા માટે બીજો વિદ્યાર્થી પાણીમાં કૂદી ગયો હતો. પરંતુ તે પણ પાણીમાં ડુબવા લાગે છે. આ જોઈને ત્રીજો વિદ્યાર્થી પણ બંનેને બચાવવા માટે પાણીમાં કૂદી પડે છે. પરંતુ ત્રણેય વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી બચતો નથી.

ત્રણેય મિત્રોને ડૂબતા જોઈને બહાર ઉભેલો મિત્ર મદદ માટે બૂમો પાડે છે. પરંતુ કોઈ મદદ કરવા આવે તે પહેલા તો ત્રણયે મિત્રોના કરૂણ મૃત્યુ થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બે વિદ્યાર્થીઓ તેમના પરિવારના એક માત્ર પુત્ર હતા. આ ઘટનામાં 17 વર્ષીય મોહિત, 17 વર્ષીય શુભમ અને 17 વર્ષીય નિશાંતનું મૃત્યુ થયું છે.

ત્રણેય મિત્રો ધોરણ 11માં અભ્યાસ કરતા હતા. આ સમગ્ર ઘટનાને લઇને ઘટનાસ્થળે હાજર ઋષિ નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, શુભમ સૌપ્રથમ પાણીમાં ન્હાવા પડે છે. આ દરમિયાન તે પાણીમાં ડુબવા લાગે છે. જ્યારે શુભમને બચાવવા નિશાંત પાણીમાં કૂદી પડે છે. પરંતુ તે પણ પાણીમાં ડુબવા લાગે છે.

ત્યારે શુભમ અને નિશાંતને બચાવવા માટે મોહિત પાણીમાં કૂદે છે. પરંતુ ત્રણેય મિત્રો પાણીમાં ડુબવા લાગે છે. ત્યારે બહાર ઉભેલો ઋષિ મદદ માટે બૂમો પાડે છે. પરંતુ આસપાસના લોકો મદદ કરવા પહોંચે તે પહેલા તો ત્રણેય મિત્રોના કારણે મૃત્યુ થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા શુભમ અને નિશાંત પરિવારના એક માત્ર પુત્ર હતા. દોઢ વર્ષ નિશાંતના પિતાનું મૃત્યુ થયું હતું. જ્યારે હવે નિશાંતનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. શુભમ બે બહેનોનો એકમાત્ર લાડકવાયો ભાઈ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*