પત્ની અને તેના પ્રેમીથી કંટાળીને પતિએ કુવામાં કુદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 5:42 pm, Fri, 15 April 22

હાલમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો પોતાના અંગત કારણોસર અથવા તો કોઈ ના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં એક યુવકે પોતાની પત્ની અને તેના પ્રેમીથી કંટાળીને કૂવામાં પડીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર પત્ની પોતાના પ્રેમી સાથે ફોન પર વાત કરતી હતી.

આ બાબતને લઈને પતિ અને પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. આટલું જ નહીં પરંતુ પત્ની પોતાના પતિનો જોઈ લેવાનું પણ કહેતી હતી. આ ઘટના બાડમેર જિલ્લાના ધોરીમન્ના વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર પ્રેમરામ નામના યુવકના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ પ્રેમરામની પત્ની પ્રેમરામને ખૂબ જ હેરાન કરતી હતી. આટલું જ નહીં પરંતુ પ્રેમરામની પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હતા. પ્રેમરામની પત્ની પોતાના પ્રેમી સાથે ફોન પર સતત વાત કરતી હતી. જ્યારે પ્રેમરામ તેને ફોન પર વાત કરવાની ના પાડે ત્યારે તે પ્રેમરામ સાથે માથાકૂટ કરતી હતી.

આટલું જ નહીં પરંતુ પ્રેમરામની પત્ની અને પ્રેમીએ મળીને પ્રેમ રામ નો જીવ લેવાનું કાવતરું રચ્યું હતું. ત્યારબાદ પત્ની અને તેનો પ્રેમી પ્રેમરામનો જીવ લેવાની દાદાગીરી બતાવી રહ્યા હતા. પોતાની પત્ની અને તેના પ્રેમીથી કંટાળીને પ્રેમરામે ગુરૂવારના રોજ કુવામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પ્રેમરામના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં કર્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રેમરામે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર પ્રેમરામની પત્ની પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. 13 એપ્રિલના રોજ પ્રેમરામે પત્નીને તેના પ્રેમી સાથે ફોન પર વાત કરવાની ના પાડી હતી. આ બાબતને લઈને બંને વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. છેવટે પોતાની પત્નીથી કંટાળીને પ્રેમરામે પોતાના જીવનના અંતિમ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પત્ની અને તેના પ્રેમીથી કંટાળીને પતિએ કુવામાં કુદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*