સુરતમાં 20 વર્ષના પટેલ યુવકનું અચાનક જ ગભરામણ થતા કરુણ મોત… હાર્ટ એટેકથી મોતની શંકા…

Published on: 6:09 pm, Tue, 29 August 23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરમાં એક યુવકના મોત થતા હાર્ટ એટેકની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં 20 વર્ષના કોલેજન યુવકનું રહસ્યમય મોત થયું છે. આ ઘટના બનતા જ યુવકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જાણવા મળી રહ્યો છે કે યુવકને અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેને ગભરામણ થવા લાગી હતી.

ત્યાર પછી પરિવારના સભ્યો યુવકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે હાલમાં તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અથવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં 20 વર્ષનો નિર્મલ કુમાર કનુભાઈ પટેલ નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. નિર્મલ કોમર્સ કોલેજમાં બીકોમ માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજરોજ સવારે નિર્મલ જ્યારે ઘરે હાજર હતો, ત્યારે અચાનક જ તેને પીઠમાં દુખાવો ઉપડ્યો હતો.

ત્યાર પછી નિર્મલને ગભરામણ થવા લાગી હતી. એટલે પરિવારના સભ્યો તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે નિર્મલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યા હતા. દીકરાનું અચાનક જ મોત થઈ જતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની માહિતી મળતા ઉમરા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે નિર્મલના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. નિર્મલના મોતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જ હાર્ટ એટેક આવતા નિર્મલનું મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં 20 વર્ષના પટેલ યુવકનું અચાનક જ ગભરામણ થતા કરુણ મોત… હાર્ટ એટેકથી મોતની શંકા…"

Leave a comment

Your email address will not be published.


*