હાલમાં સુરતમાં બનેલી એક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટમાં શુક્રવારના રોજ રમી રહેલા બે બાળકો અને એક બાળકી ભરતીને લીધે નદીના પાણીમાં ફસાઈ ગયા હતા. એમાંથી બે બાળકોના ડુબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયા છે.
મારુ મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ મોડી રાત સુધી શોધખોળ કરી પરંતુ બાળકોની કોઇ પણ પ્રકારની ખબર પડી નથી. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ ત્રણ બાળકો તાપી નદીના કિનારે રમવા ગયા હતા. ત્યારે અચાનક ભરતીનાં પાણી આવી ગયું અને બાળકો રમવામાં મશગુલ હતા.
આ દરમિયાન બાળકો પાણીમાં ફસાઈ ગયા હતા. બે બાળકો અને એક બાળકી પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં અડાજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ભારે જહેમત બાદ નદી માંથી બે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
પરંતુ મોડી સાંજ સુધી બાળકીની નદીમાં શોધખોળ કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નહીં. મળતી માહિતી અનુસાર પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ આ ઘટના ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.
મળતી માહિતી અનુસાર તાપીમાં ભરતીનું પાણી આવવાના કારણે અચાનક ત્રણેય બાળકો પાણીમાં ખેંચાઈ ગયા. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 વર્ષીય મહંમદ કરમઅલી અને શહાદત શાહ નામના બંને બાળકોનું મૃતદેહ મળી આવ્યું હતું.
પરંતુ શુક્રવારના રોજ મોડી સાંજ સુધી સોનિયા નામની બાળકીનું મૃતદેહ નદીમાં શોધ્યું પરંતુ મળ્યું નહીં. આ ઘટના બનતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોસ્ટમોર્ટમ થયા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment