રોડની સાઈડમાં ઉભેલા ડમ્પર પાછળ બુલેટ ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ…

Published on: 8:19 pm, Sat, 30 April 22

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે માધાપર અને વર્ધમાનનગર વચ્ચેના હાઈવે રોડ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં એક બુલેટ ચાલકનું કરૂણ મૃત્યુ થયું છે.

જ્યારે અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જાગૃતતા લોકોની સારવાર માટે એમ્બ્યુલન્સના મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ કાળીતલાવડી ગામે રહેતા 20 વર્ષીય ધનજીભાઈ અને તેમના 25 વર્ષીય મિત્ર પ્રફુલલાલ બુલેટથી કુકમા ગામથી માધાપર તરફ આવતા હતા. મળતી માહિતી અનુસાર કયારે રસવાટિકા પાસે રોડની સાઈડમાં બંધ હાલતમાં પડેલા ડમ્પર પાછળ બુલેટ ઘૂસી ગયું હતું.

મળતી માહિતી અનુસાર ડમ્પરના રિફલેક્ટર શરૂ ન હતા. આ અકસ્માતની ઘટનામાં ધનજીભાઈ ને સારવાર મળે તે પહેલા તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના મિત્ર પ્રફુલ લાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર ધનજીભાઈનો અકસ્માત થયો છે તેવી જાણ થતા ધનજીભાઈ ના ગામના પ્રકાશભાઈ અને નવીન ભાઈ બાઈક લઈને ઘટના સ્થળે પહોંચ્યા.

ત્યારે તેમની બાઇક પણ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં તેમને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધનજીભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રોડની સાઈડમાં ઉભેલા ડમ્પર પાછળ બુલેટ ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*