ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ગઈકાલે 12 હજારને પાર પહોંચી ગયો છે. તેવામાં રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ કાબૂમાં મેળવવા માટે શહેરના સોના-ચાંદીના વેપારીઓએ ત્રણ દિવસના સ્વેચ્છિક લોકડાઉન નિર્ણય કર્યો છે. અમદાવાદના માણેકચોક ના સોના-ચાંદીના વેપારીઓએ શનિ-રવિ લોકડાઉનનો નિર્ણય લીધો.
આ ઉપરાંત CJ રોડ પર પણ સોના-ચાંદીના વેપારીઓએ ત્રણ દિવસના સ્વેચ્છિક લોકડાઉન નો નિર્ણય કર્યો. ઉપરાંત સેનેટરીવેર મર્ચન્ટ એસોસીએશન તથા ટાઇલ્સ એસોસિયેશનના આજ થી 25 એપ્રિલ સુધી ચાર દિવસ નું સ્વેચ્છિક લોકડાઉન નો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ટુવિલર એસોસિએશને ગુજરાતમાં 23 એપ્રિલ થી 25 એપ્રિલ ત્રણ દિવસ સ્વેચ્છિક લોકડાઉન કરશે. અને તમામ કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.
જેમાં શહેર મુજબ મૃત્યુનું પ્રમાણ જોવા જઈએ તો ગઈ કાલે સુરત કોર્પોરેશન માં 25, અમદાવાદ કોર્પોરેશનમાં 22, મહેસાણામાં 3, સુરતમાં 4.
જામનગર કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન માં 7, બનાસકાંઠામાં 3, વડોદરામાં 5 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા છે.
રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 4821, સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણામાં 495, સુરતમાં 491, વડોદરા કોર્પોરેશનમાં 475.રાજકોટ કોર્પોરેશનમાં 397, કોર્પોરેશનમાં 307, વડોદરામાં 256, જામનગરમાં 202, કચ્છમાં 200, ભાવનગર કોર્પોરેશનમાં 149 કેસો નોંધાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment