ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોએ પાન-માવા વિશે કહ્યું કે, જમવાનું ન આપો તો ચાલશે પણ…

93

ગુજરાતમાં કોરોના નો કેર ખૂબ જ બેકાબૂ થઈ ગયો છે રાજ્યમાં એક તરફ રસીકરણ ઘટી રહ્યું છે અને એક તરફ મૃત્યુ ના આંકડા નું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં આવા કપરા સમયમાં કોંગ્રેસના સભ્ય લલિત કગથરા ન્યૂઝ ચેનલ ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે એકટાણું જમવાનું ન આપો તો પણ ચાલશે પરંતુ ફાકી તો જોઈશે જ.

તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયુ વેગ થી વાયરલ થઈ રહ્યું છે.તેમને કહ્યું કે સૌરાષ્ટ્રમાં ૩૦ થી ૪૦ દિવસ દિવસથી ફાકી, બીડી, તમાકુ પ્રાપ્ત કરવા માટે લોકો 50 રૂપિયા આપવા છતાં કોઈપણ જગ્યાએ ફાકી મળતી નથી.

ધારાસભ્યના નિવેદન ઉપર ટીવી ચેનલના એન્કર કહ્યું કે તમે પાન મસાલા નો પ્રચાર કરો છો. તેમને કહ્યું કે ફાકીની વકીલાત ન હોય અને તંબાકુ નો પ્રચાર ન થાય.

આ તમે એકદમ ખોટી વાત કરી રહ્યા છો. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય જવાબ આપતા કહ્યું કે વ્યસન દાદાગીરીથી નથી મુકાતું પરંતુ સમજાવટથી મુકાય છે. વ્યસન કરતા લોકોને વ્યસન પ્રેમથી છોડાવી શકાય છે.

ગુજરાતી ન્યુઝ ચેનલ પર રત્નકલાકારો માટે અને સુવિધાઓ અને સમસ્યા ની વાતો ચાલી રહી હતી અને કોંગ્રેસના ધારાસભ્ય ના નિવેદનથી રત્નકલાકારોની વાત બાજુમાં મૂકીને ફાકી પાન મસાલા ની વાતો શરૂ થઈ ગઈ.

રત્નકલાકારોની સમસ્યાના સમાધાન માટે કુમાર કાનાણી તથા વિનુભાઈ જેવા જાણીતા નેતાઓએ કલાકારો સાથે બેઠક કરી હતી. અને રત્ન કલાકારોના પરિવાર ની પુરતી કાળજી રાખવા માટેની વાતો કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!