Viral video: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વિડીયો ખૂબ જ સારા હોય છે. હાલ જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં તો ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ હજી થોડા દિવસો પહેલા જ ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવા પામ્યો હતો.
જેણે ખેડૂતો માટે પણ ભારે તારાજી સર્જી હતી, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. એવામાં તમને ખબર જ હશે કે અનેક વખત પાણી જે ગટરમાંથી જવાનું હોય ત્યાં કચરો એકઠો થઈ જતા પાણીનો નિકાલ થયો હોતો નથી. એવામાં હાલ એક ખૂબ જ અદભુત વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યો છે.
જેને આઈ.એ.એસ ઓફિસે પોતાની ટ્વિટર હેન્ડલર પર શેર કર્યો હતો, જે લોકોને તો ખૂબ જ વધારે પસંદ આવ્યો હતો. જ્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વધારે ચર્ચાનો વિષય બની ગયો હતો, તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો આ વિડીયો આઇ.એ.એસ ઓફિસર અવિનશ શરણે પોતાના ટ્વિટર હેન્ડલર પર શેર કર્યો હતો.
એમાં એક નાના એવા બાળકે દરેક લોકોને શીખ આપી હતી. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદ આવેલો છે અને રસ્તાની બાજુમાંથી પાણી ગટરમાં જઈ રહ્યું છે. પરંતુ કચરો આવી જતા આ પાણી જવાનો રસ્તો મળતો નથી, જેને જોઈને એક શાળાએ જતો બાળક પોતે સાયકલ ઉભી રાખે છે.
પહેલા આજુબાજુ બધાને નિહાળે છે અને ત્યાર પછી પોતાના જ હાથેથી આ કચરાને દૂર કરવા લાગે છે જેના લીધે પાણીનો નિકાલ આરામથી થઈ શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક કદી મહેનત અને પોતે સ્વચ્છતા ની લાગણી સાથે આ કચરો સાફ કરીને પાણીનો નિકાલ કરી રહ્યો છે.
Education.❤️ pic.twitter.com/pwcOlYJZUo
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) May 23, 2023
ખરેખર આ વિડીયો ખૂબ જ અદભુત છે કારણ કે નાના બાળકના આવા સંસ્કાર છે ખૂબ પ્રસન્નતા ની વાત કહેવાય. આ વિડીયો ના કેપ્શન માં લખ્યું હતું કે ‘શિક્ષા’, આ વીડિયોને અત્યાર સુધીના ત્રણ લાખ લોકોએ જોઈ લીધો છે અને સૌ કોઈ આ વીડિયોને ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment