બાઈક પર સવાર થઈને ઘરે આવી રહેલા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, પતિની નજર સામે પત્નીનું મોત… 4 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી…

Published on: 10:32 am, Thu, 25 May 23

આજકાલ અકસ્માતની(Accident) ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારના રોજ સાંજના સમયે ચાર વાગ્યાની આસપાસ એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ઘટનામાં મહિલાનો પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર પતિ-પત્ની બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા, આ દરમિયાન એક કાર ચાલકે તેમની બાઈકને ઠક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે જ પત્નીનું મોત થયું છે. આ ઘટના મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પતિ-પત્ની બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા.

આ દરમિયાન એક કાર ચાલકે બાઈકને ટક્કર લગાવી હતી. જેના કારણે બાઇક સવાર પતિ પત્ની ફંગોળાયને રોડ ઉપર પડ્યા હતા. આ ઘટનામાં બાઈક પર સવાર મહિલા અને શરીરમાં આંતરિક ઇજા પહોંચી હતી. આ કારણોસર મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. જ્યારે પતિ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ ક્ષમા ભાઈ હતું અને તેમની ઉંમર 42 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર પતિ પત્ની એક પૂજાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.

ત્યાં ભોજન કર્યા બાદ તેઓ બંને બાઈક પર સવાર થઈને ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઝડપી ટવેરા કારે તેમની બાઈકને ટક્કર લગાવી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર મહિલાને શરીરમાં આંતરિક ઈજા પહોંચી ગઈ હતી. જેના કારણે મહિલાને હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

મહિલાના મોતના કારણે બે દીકરાઓએ અને બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. મોટી દીકરીના તો હજુ 3 મેના રોજ લગ્ન થયા હતા. જ્યારે નાની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. માતાના મૃત્યુના સમાચાર મળ્યા બાદ બાળકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો