તક્ષશિલા અગ્નિકાંડ : હું ક્રિષ્ના ભીકડીયા, ચાર-ચાર વર્ષ થઈ ગયા તો પણ હજુ અમને ન્યાય નથી મળ્યો… જાણો મારી આ દર્દના કહાની…

Published on: 6:57 pm, Wed, 24 May 23

સુરત તક્ષશિલા અગ્નિકાંડને આજે ચાર વર્ષ પુરા થયા છે, તંત્રની બેદરકારીને કારણે આ અગ્નિકાંડમાં 22 જેટલા માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ દેખાયો હતો, પરંતુ શું ફાયદો ? આજે એ ઘટનાને ચાર વર્ષ વીતી ગયા પરંતુ એક પણ આરોપી સજાને હકદાર થયો નથી. 14 આરોપીઓ માંથી નવ આરોપી તો જામીન પર છૂટી ગયા હતા અને આજે દરેક આરોપીઓ જાણે કંઈ થયું જ નથી તેમ બહાર ફરી રહ્યા છે. આજથી ચાર વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાઈ ગયેલા 22 વિદ્યાર્થીઓમાંની એક દીકરીની કાલ્પનિક દર્દ ભરી કહાની અહીંયા તમારી વચ્ચે રજૂ કરવામાં આવી છે.

આખરે દરેક ઘટનાઓની જેમ આ ઘટના પણ સમય જતા ભૂલી જ ગયા ને ? આજથી ચાર વર્ષ પહેલા તારીખ 24 મેં 2019 ના રોજ સુરત શહેરથી લઈને સમગ્ર દેશભરના લોકોમાં કાનમાં ગુંજેલી ચિચિયારી અને દર્દ ભરી બૂમો આજે દરેક લોકો ભૂલી ગયા છે. જાણે આવી કોઈ ઘટના સર્જાઈ જ નથી, તેમ વર્તી રહ્યા છે, આ ઘટનાને ફરી એકવાર તમને યાદ કરાવવામાં હું ક્રિષ્ના ભીકડિયા તમારી સમક્ષ કાલ્પનિક સ્વરૂપે આવી છું ! તે દિવસે મેં પીળું ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું અને મેં મારો જીવ બચાવવા ચોથા માળેથી બીજા માળે પહોંચેલી તંત્રની અધૂરી સીડી પર પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હાથ લપસ્યો અને તે મારા જીવનનો અંતિમ પ્રયાસ બન્યો હતો.

હું એ દિવસે ટીશર્ટ અને જીન્સ પહેરીને ગઈ હતી પરંતુ મને સાડી અને ડ્રેસ જ વધારે ગમે છે. મેં મારી મમ્મીને ડિઝાઇન કરેલી એક સાડી ગિફ્ટ કરી હતી અને જ્યારે મને ઘરેથી અંતિમ વિધિ માટે લઈ ગયા ત્યારે મને એ જ સાડી ઓઢાડી હતી. આ વાત છે દિવાળીની કે જ્યારે મારે મારી મમ્મીને એક ગિફ્ટ આપવી હતી પણ શું આપવું એ કંઈ સૂઝતું ન હતું. ઘણા બધા વિચાર આવ્યા કે આ આપું! છેવટે મને વિચાર આવ્યો કે મારી મમ્મીને ડિઝાઇન કરેલી સરસ મજાની સાડી આપું. એટલે જ મેં સાડી ઉપર એક કુદરતી દ્રશ્ય તૈયાર કર્યું, તેમાં મેં વાદળો, પહાડો થી લઈને નદીઓ પણ દોરી હતી.

મનમાં ને મનમાં વિચાર કર્યો કે, જ્યારે મમ્મી મારી ડિઝાઇન કરેલી આ સાડી પહેરશે ત્યારે કેવી સુંદર લાગશે? આ સાડી ને દિવાળી પહેલા જ મમ્મીને ગિફ્ટ કરી દીધી હતી, મમ્મીને પણ આ સાડી ખૂબ જ પસંદ આવી હતી. દિવાળીના દિવસે મમ્મીએ આ સાડી આખો દિવસ પહેરી હતી, અને બધાને કેતી કે જોવો આ સાડી મારી કિશુએ બનાવી છે અને મને ગિફ્ટ કરી છે. આમ તો મારા મમ્મીની સાચવણી બહુ સારી એટલે તેને સાડી પછી સાચવીને કબાટમાં મૂકી દીધી હતી. ઘટનાના દિવસે આગ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી, ત્યાં રહેલા લાકડાનો દાદર પણ બળીને ખાખ થઈ ગયો હતો.

બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો, આશરે સાડા ચાર વાગ્યે મેં મારા ભાઈને ફોન કર્યો. ભાઈ અહીંયા ભયંકર આગ લાગી છે ચારે બાજુ આગ ફુફાડા મારે છે, દાદર પણ બળી ગયો છે એટલે બહાર નીકળાય તેમ નથી. મારી સાથે અહીંયા 20 વિદ્યાર્થીઓ પણ ફસાયા છે, એમને બચાવી લે ! જલ્દી ફાયર ને કોલ કર ! અહીંયા રૂમનો દરવાજો પણ બંધ છે અમારે કેવી રીતે નીકળવું ? તક્ષશિલા ની સાથે જ મારા ભાઈની ઓફિસ હતી અને હું બારીમાંથી જોતી હતી. મારા ફોન કર્યાની બે જ મિનિટમાં બિલ્ડીંગ નીચે આવી ગયો હતો અને મને ફોન કરીને કહ્યું કે કીશુ હું અહીં ઊભો છું.

કીશુ અહીંયા બધી બાજુ કાળો ધુમાડો જ દેખાઈ રહ્યો છે તું ક્યાં છે ? તને કેવી રીતે ઓળખવી ? ત્યારે મેં કહ્યું કે મેં કાળુ જીન્સ અને પીળું ટીશર્ટ પહેર્યું છે, અંદર એટલો ધુમાડો છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ત્યારે ભાઈએ કહ્યું તું જલ્દી મારી પાસે બારી જા હું ત્યાં જ ઉભો છું, અને હું તરત જ બારી પાસે આવી ગઈ હતી અને ચારે બાજુથી લોકોની ચીસાચીસો સંભળાતી હતી. એક તરફ ભયંકર ગરમીથી શરીર બળી રહ્યો હતો અને ત્યારે ચેતન એ કહ્યું, તું કુદતી નહીં સીડી આવે જ છે ! એટલે હું ત્યાં ને ત્યાં જ ઉભી રહી અને થોડીવારમાં સીડી આવી, ત્યારે મારા જીવનમાં જીવ આવ્યો.

મને જેવું લાગ્યું કે હવે અમે બચી જઈશું પરંતુ ફાયર બ્રિગેડ પાસે ચોથા માળ સુધી પહોંચે એટલી લાંબી સીડી જ ન ફાયર વિભાગની સીડી બીજા માળે જ આવીને ઊભી રહી ગઈ, જીવન અને મોત વચ્ચે જાણે બે માળનું છેટું પડી ગયું હોય ! આગની લહેર એટલી ભયંકર હતી કે સહન કરવું ખૂબ જ પીડાદાયક હતું, ત્યારે મેં વિચાર્યું કે બારીમાંથી ઉતરીને હું ત્રીજા માળ સુધી આવી જઈશ. એટલે મેં બારીમાંથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો અને મને ક્યાં ખબર હતી આ મારી જિંદગીનો અંતિમ પ્રયાસ હશે !

મારો હાથ છટકયો, નીચે હાજર મારા ભાઈએ અને બીજા લોકોએ મને ઝીલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ થયા નહીં અને મારી જિંદગીના એ અંતિમ શ્વાસ સાબિત થયા. મમ્મી અને પપ્પા ની આંખે તો અંધારા જ આવી ગયા હતા, તેમની આંખોમાંથી આંસુ સુકાયા જ ન હતા. મને સાસરે મોકલવાના કોડ સેવનારા મારા મમ્મી પપ્પા ને ક્યાં ખબર હતી કે મને આવી રીતે વળાવવી પડશે. ત્યારબાદ મને સોળે શણગાર સજાવી ! અને સરસ તૈયાર કરી સાસરે મોકલતા હોય એવી જ રીતે. ત્યારે મને એમ હતું કે મેં મારી મમ્મીને દીધેલી સાડી તે યાદગારી માટે સાચવી રાખી મૂકશે પરંતુ એવું થયું જ નહીં, મારી દરેક યાદગીરી મારી સાથે જ આ અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તક્ષશિલા અગ્નિકાંડ : હું ક્રિષ્ના ભીકડીયા, ચાર-ચાર વર્ષ થઈ ગયા તો પણ હજુ અમને ન્યાય નથી મળ્યો… જાણો મારી આ દર્દના કહાની…"

Leave a comment

Your email address will not be published.


*