દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહી છે જ્યારે આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો. ગુજરાતમાં આજરોજ પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને પ્રતિ લિટર ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય જનતા પરેશાન છે. દેશમાં એક તરફ દૂધનો ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 વખત વધારો કરવામાં આવ્યો છે.
આજ રોજ અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 96.37 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.24 રૂપિયા થયો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.41 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.31 રૂપિયા થયો છે.
ઉપરાંત આ ભાવવધારો બીજા અન્ય શહેરોમાં પણ લાગુ પડ્યો છે અને તેના કારણે ગુજરાતની જનતા ખૂબ જ પરેશાન છે.
દેશમાં આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 41 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 99.51 રૂપિયા પહોંચ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં 34 વખત અને ડીઝલની કિંમત 33 વખત વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 105.58 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.91 રૂપિયા થયો છે.
કોલકત્તામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.45 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 92.27 રૂપિયા થયો છે. હૈદરાબાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 103.41 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 97.40 રૂપિયા થયો છે. બેંગ્લોરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.84 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 94.72 રૂપિયા થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!