દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણી બધા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાનું શરૂ થઇ ગયું છે. એક જ અઠવાડિયામાં અને ડિઝલના ભાવમાં છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો છે. આજરોજ પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલના ભાવમાં 4.00 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 4.10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 99.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 90.77 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.
મુંબઈમાં પેટ્રોલના ભાવ 114.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 98.50 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલના ભાવ 105.18 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 95.33 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. કોલકત્તામાં પેટ્રોલના ભાવ 108.85 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 93.92 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.
અમદાવાદમાં પેટ્રોલના ભાવ 98.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 92.97 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. સુરતમાં પેટ્રોલના ભાવ 98.62 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 92.86 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. વડોદરામાં પેટ્રોલના ભાવ 98.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 92.53 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.
રાજકોટમાં પેટ્રોલના ભાવ 98.48 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 92.72 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ દરરોજ સવારે છ વાગ્યા બાદ બદલાય છે.. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુ જોડાયેલી લગભગ પેટ્રોલ અને ડીઝલનો ભાવ બમણા થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment