સોનુ પોતાના ઉચ્ચતમ ભાવથી વેચાઈ રહ્યું છે આટલા રૂપિયા સસ્તુ – જાણો આજનો સોના-ચાંદીના ભાવ…

Published on: 10:07 am, Mon, 28 March 22

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ભારત દેશ સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં અસ્થિરતા જોવા મળી છે. સોના-ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કારોબારી સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજરોજ નવું બિઝનેસ સપ્તાહ શરૂ થઈ ગયું છે.

બિઝનેસ સપ્તાહના પહેલા જ દિવસે સોના ચાંદીના ભાવ કેવા ચાલી રહ્યા છે સૌની નજર તેના પર રહેશે. IBJA રજાઓના કારણે શનિવાર અને રવિવારના રોજ સોના અને ચાંદીના દરો જાહેરાત કરી નહોતી. ગુરૂવારના રોજ સોનાની કિંમતમાં થોડોક વધારો જોવા મળ્યો હતો.

જ્યારે ચાંદીના ભાવમાં મોટો વધારો થયો હતો. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે સોનુ 74 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું હતું. જ્યારે ચાંદી 827 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થયું હતું. શુક્રવારે સોનાનો ભાવ 51892 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. શુક્રવારે ચાંદીનો ભાવ 68691 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો.

શુક્રવારના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 74 રૂપિયા વધીને 52892 રૂપિયા પહોંચ્યો હતો. 22 કેરેટ સોનાનો ભાવ 68 રૂપિયા વધીને 51685 રૂપિયા પહોંચ્યો હતો. 18 કેરેટ સોનાનો ભાવ 55 રૂપિયા વધીને 38919 રૂપિયા પહોંચ્યો હતો. શુક્રવારના રોજ સોનુ તેના ઓલ ટાઇમ હાઈ કરતા 4308 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાય રહ્યું હતું. 2020 સોનાનો ભાવ સર્વકાલીન ઊચી સપાટીએ પહોંચ્યો હતો. 2020માં સોનાનો ભાવ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો.

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 52590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 48200 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 52590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 48200 રૂપિયા નોંધાયો છે.

ચેન્નઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 52840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 48440 રૂપિયા નોંધાયો છે. કોલકત્તામાં 24 કેરેટ સોનાનો ભાવ 52590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 48200 રૂપિયા નોંધાયો છે. અમદાવાદ 24 કેરેટ સોનાનો ભાવ 52670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 48289 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનુ પોતાના ઉચ્ચતમ ભાવથી વેચાઈ રહ્યું છે આટલા રૂપિયા સસ્તુ – જાણો આજનો સોના-ચાંદીના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*