Biperjoy Cyclone: હાલમાં તો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં બિપરજોય વાવાઝોડાની(Biperjoy Cyclone) જ ચર્ચાઓ ચાલી રહી છે. આ વાવાઝોડાની અસર રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે વાવાઝોડાનું ગુરૂવારના રોજ ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. વાવાઝોડાના કારણે કચ્છ(Kutch) અને સૌરાષ્ટ્રના(Saurashtra) દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાસાય થયા છે.
ગુરૂવારના રોજ છ વાગ્યાની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી. 12 વાગ્યા સુધીમાં સંપૂર્ણ લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આજનો દિવસ કચ્છ માટે અતિ ભારે છે. વાવાઝોડું હવે કરાચી તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના કારણે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
આ વાવાઝોડાએ કચ્છ વાસીઓને 25 વર્ષ પહેલા આવેલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે. સમગ્ર વાવાઝોડાને લઈને માંડવીના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, ભારે પવન અને અતિ ભારે વરસાદના કારણે આખી રાત તેઓ ઊંઘી શક્યા નથી. હજુ પણ તેમની અને આસપાસના લોકોની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે, નુકસાન ઘણું બધું થઈ ગયું છે.
જ્યારે આજથી 25 વર્ષ પહેલા 1998 માં વાવાઝોડું આવ્યો ત્યારે હું ચાર વર્ષનો હતો હાલમાં મને તે વાવાઝોડાના દ્રશ્યો યાદ આવી ગયા છે. પરંતુ આ વખતે તો પરિસ્થિતિ વધારે પડતી ખરાબ છે. મિત્રો તમને જણાવી દે કે કચ્છમાં માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે.
ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા ના કારણે છેલ્લા 20 કલાકથી માંડવીમાં વીજળી ભૂલ થઈ ગઈ છે. સદનસીબે વાવાઝોડા ના કારણે હજુ સુધીમાં કોઈપણ પ્રકારની જાનહાની ના સમાચાર સામે આવ્યા નથી. આવ વાવાઝોડાની અસરના પગલે જામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
વાવાઝોડાના કારણે અનેક શહેરોના રસ્તા સુમસાન બની ગયા છે. શાળા-કોલેજો અનેક વિસ્તારોમાં બંધ કરી દેવામાં આવી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ લોકો બહાર નથી નીકળી રહ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment