સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આજે ભારત દેશ માટે આ ખૂબ જ મોટો દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષા મામલે યોજનારી ઓપન ડીબેટ ની અધ્યક્ષતા કરશે. મળતી માહિતી મુજબ આજે આ ડિબેટ 5:30 વાગે શરૂ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ડિબેટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઓપન ડીબેટ ની અધ્યક્ષતા કરનાર પહેલા વડાપ્રધાન બનશે. તે માટે આજે ભારત માટે ખૂબ જ મોટો દિવસ છે.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ આ ડિબેટમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોઇન બ્લિન્કેન, વિયેતનામના વડાપ્રધાન, નાઇજરના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ, કોંગોના રાષ્ટ્રપતિ પણ આ ચર્ચામાં ભાગ લઈ શકે છે.
તેમજ મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ પણ ચર્ચા ના ભાગ બનશે. તમને જણાવી દઈએ કે ભારત આ વર્ષે ઓગસ્ટ મહિના માટે UNSC ની અધ્યક્ષતા કરી રહ્યું છે.
આ ઉપરાંત અત્યારે ભારત સુરક્ષા પરિષદમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ 1 ઓગસ્ટથી આવતા એક મહિના સુધી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતમાં આપવાની છે.
ભારત પોતાની અધ્યક્ષ આ દરમિયાન ભારતની સમુદ્ર સુરક્ષા, શાંતિ રક્ષા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપશે. આ ઉપરાંત આ તમામ મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરના કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment