હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમ મોહંતિની વરસાદને લઈને આગાહી, રાજ્યમાં તારીખે વરસાદ નો ત્રીજો રાઉન્ડ…

Published on: 10:47 am, Mon, 9 August 21

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગના મનોરમ મોહંતી એ ગુજરાતમાં વરસાદ ને લઈને મોટી આગાહી કરી છે. મનોરમ મોહંતિની ની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ એવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન દામનગર પટેલ અને હવામાન વિભાગ દ્વારા પણ ઓગસ્ટ મહિનાના અંતમાં સારો વરસાદ પડશે તેવી આગાહીઓ કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમ મોહંતિના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે.

ગુજરાત વાસીઓને હજુ પણ ભારે વરસાદ માટે થોડાક દિવસ રાહ જોવી પડશે. મનોરમ મોહંતિના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પણ આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે છોટા ઉદયપુર માં સારા વરસાદની આગાહી છે.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. રાજ્યમાં 36.17 ટકા વરસાદ સાથે સિઝનનો 12 ટકા વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત મનોરમ મોહંતિના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સુરત, તાપી, નર્મદા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, વલસાડ, ડાંગ, અમરેલી, અરવલ્લી, ભરૂચ, ગીર સોમનાથ, ભાવનગર સહિતના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થઇ શકે છે.

તેમજ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમ મોહંતિના જણાવ્યા મુજબ ઓગસ્ટના બીજા સાહિત્ય એટલે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમ મોહંતિની વરસાદને લઈને આગાહી, રાજ્યમાં તારીખે વરસાદ નો ત્રીજો રાઉન્ડ…"

Leave a comment

Your email address will not be published.


*