આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારબાદ તેમને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ કે છેલ્લા 27 વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. એમને કહ્યું કે ગુજરાતમાં એમ કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ ને જ્યારે જરૂર પડે ત્યારે કોંગ્રેસ સપ્લાય કરે છે. અને આ સાથે ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને ગુજરાતની જનતા ખૂબ જ પરેશાન છે અને વેપારીઓ ધંધો ડરથી કરી રહ્યા છે.
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાત કરી કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તૈયારી સાથે 182 બેઠક સાથે ચૂંટણી લડશે. આ ઉપરાંત વિધાનસભા ની દરેક બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ઉભા રાખવામાં આવશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે થોડાક સમય પહેલા ગુજરાત ચેમ્બર એ મને આમંત્રણ આપ્યું હતું પરંતુ સરકારના દબાણના કારણે ચેમ્બરે આ કાર્યક્રમ રદ્દ કરી દીધો હાલમાં ગુજરાત રાજ્યમાં સરકારી શાળાઓની હોસ્પિટલની વહીવટીતંત્ર ખૂબ જ ખરાબ છે.
ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને એક કાર્યકર્તાએ એરપોર્ટ પર કહ્યું કે, ઈશુદાન ગઢવી એ ગુજરાતના કેજરીવાલ છે. આ ઉપરાંત ઈશુદાન ગઢવી એ કહ્યું કે હું આમ આદમી પાર્ટીમાં ગુજરાતની રાજકારણની બદલવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.
આ ઉપરાંત તેમણે કહ્યું કે જનતા કહે છે કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ સારો ત્રીજો પક્ષ જ નથી એટલા માટે કોને મત આપવો. આ ઉપરાંત તેમને કહ્યું કે ગુજરાતમાં ભાજપનું કોઈપણ પ્રકારની લોકપ્રિયતા નથી પરંતુ ભાજપની સામે કોઈ બીજો પક્ષ કે વિકલ્પ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment