એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં VTVના પૂર્વ એડિટર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Published on: 12:26 pm, Mon, 14 June 21

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજ રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેના કારણે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ માં ખુશીની લહેર જોવા મળી છે. ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી લઈને પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે.

જેને લઇને આજરોજ અરવિંદ કેજરીવાલ ગુજરાતી મુલાકાતે આવ્યા છે. આ ઉપરાંત આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં ગુજરાતના ઘણા જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ અત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં VTV ના પૂર્વ એડિટર ઈશુદાન ગઢવી આ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલની સાથે હતા.

અને અરવિંદ કેજરીવાલ અને બીજા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ની હાજરીમાં ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના હાથે VTV ના પૂર્વ એડિટર ઈસુદાન ગઢવી ને આમ આદમી પાર્ટી નો ખેસ પહેરાવ્યો આવ્યો.

ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાતા હવે ગુજરાતના રાજકારણમાં ખૂબ મોટી હલચલ થઇ શકે છે. આ ઉપરાંત બીજા અને રાજકીય પક્ષમાં પણ ઘણી હલચલ મચી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં VTVના પૂર્વ એડિટર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા."

Leave a comment

Your email address will not be published.


*