સુરતના આ ભાઈની સેવાને દિલથી સલામ…! ઉતરાયણમાં લોકોને ઘાતક દોરીથી બચાવવા આ ભાઈ કંઈક એવી સેવા કરે છે કે… સાંભળીને વખાણ કરતા નહીં થાકો…

Published on: 11:27 am, Tue, 9 January 24

તો આપણી ઘણા બધા સમાજસેવક વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે સુરતમાં સમાજ સેવા કરી રહેલા એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ. જેના વિશે સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે.

મિત્રો હવે ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાના કારણે થતી દુર્ઘટનાઓ પણ ખૂબ જ વધે છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા ચામુંડા ઓટો ગેરેજના નરેન્દ્ર ભાઈ એક અનોખી પહેલ શરૂ કરી છે.

નરેન્દ્રભાઈ પતંગની દોરીથી બચવા બાઈકની આગળ એંગલ લગાવવાનું કામ કરી રહ્યા છે. તેમના આ કામના તો હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વખાણ થઈ રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર ભાઈ છેલ્લા 14 વર્ષથી આ સેવાનું કામ કરી રહ્યા છે.

નરેન્દ્ર ભાઈએ જણાવ્યું કે અત્યાર સુધીમાં તેઓએ 5,000 થી પણ વધારે બાઈકની આગળ એંગલ લગાવીને સેવા કરી છે. મિત્રો તમને જણાવી દઈએ કે, નરેશભાઈ પાસે જશો એટલે તે તમારી પાસેથી 100 રૂપિયા લેશે અને તમારા વાહનની આગળ એક એંગલ લગાવી દેશે.

પછી ઉત્તરાયણનો તહેવાર પત્યા બાદ આ એંગલને તમે પાછી આપી દઈશું એટલે તે સો રૂપિયા તમને પરત મળી જશે. છેલ્લા 14 વર્ષથી નરેશભાઈ આ સેવાનું કામ કરી રહ્યા છે અને તેમનું આ સેવાનું કામ સાંભળીને લોકો તેમના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતના આ ભાઈની સેવાને દિલથી સલામ…! ઉતરાયણમાં લોકોને ઘાતક દોરીથી બચાવવા આ ભાઈ કંઈક એવી સેવા કરે છે કે… સાંભળીને વખાણ કરતા નહીં થાકો…"

Leave a comment

Your email address will not be published.


*