આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ કરતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા અકસ્માત ના વિડીયો તો એવા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ ચોકી જશો. દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેવો પોતાના કરતાં બીજાના જીવનની વધારે ચિંતા કરે છે.
આવી સ્થિતિમાં જ્યારે તેઓ કોઈને મુશ્કેલીમાં જુએ છે ત્યારે તેઓ તેમની મદદ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે. તેઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે, ઘણી વખત લોકો બીજાના જીવ બચાવવા માટે કંઈક એવું કરે છે જેના કારણે દુનિયાભરમાં તેમની પ્રશંશા થાય છે. એક બાળક મુશ્કેલીમાં હતો, તે ચોથા માળની રેલિંગ સાથે લટકતો હતો.
તે ગમે ત્યારે નીચે પડી ગયો હોત પરંતુ તે દરમિયાન એક વ્યક્તિ તેના માટે દેવદૂત બનીને આવ્યો. પોતાના જીવની પરવા કર્યા વિના તેણે બાળક વિશે વિચાર્યું અને બિલ્ડીંગની રેલિંગ ની મદદ થી નીચેથી ઉપર ચઢવાનું શરૂ કર્યું. તે એટલો ઝડપથી ચઢી રહ્યો હતો જાણે તે સ્પાઇડરમેન હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યક્તિ સ્પાઇડરમેનની જેમ છત પર ચડી રહ્યો છે.
તે થોડી જ સેકન્ડોમાં ચોથા માળે પહોંચી ગયો અને રેલિંગ પરથી લટકતા બાળકને ઉપર ખેંચીને તેનો જીવ બચાવ્યો હતો. તેની હિંમતની દાદ દેવી પડે કે ઉપર ચઢતી વખતે તેને કોઈ ડર નહોતો લાગ્યો. તેના મનમાં એક વાત ચાલી રહી હતી કે બાળકનો જીવ કેવી રીતે બચાવવો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @MadVidss નામના આઈડી થી શેર કરવામાં આવ્યો છે.
Man climbs up the side of a building to save child that’s hanging off the edge of the balcony pic.twitter.com/0POaCIkoiK
— MadVids (@MadVidss) August 31, 2023
માત્ર 33 સેકન્ડ ના આ વીડિયોને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિ રીયલ લાઈફ સ્પાઇડરમેન છે. જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ સુપરહીરો ને સલામ એ તેને પોતાના વિશે વિચારવાને બદલે બાળકના જીવન વિશે વિચાર્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment