કુદરતી હાજત ગયેલા 9 વર્ષના માસુમ બાળકને ખૂંખાર દીપડાએ ફાડી ખાધો… દીકરાનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 3:09 pm, Sun, 3 September 23

ગુજરાતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં કેટલીક વખત વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી પહોંચતા હોય છે અને અહીં કેટલાક લોકો કોઈ પ્રહાર કરીને તેઓ શિકાર કરતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના નેત્રંગના વણખૂટા ગામમાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ઝઘડિયા વન વિભાગની હદના વણખૂટા ગામનો નવ વર્ષનો બાળક કુદરતી હાજત માટે ગયો હતો. આ દરમિયાન એક ખૂંખાર દીપડાએ બાળક ઉપર પ્રહાર કર્યો હતો અને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં ભયનો અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર નવ વર્ષના માસુમ બાળકને કોઈ વન્ય પ્રાણી ખેંચી ગયું હતું અને તેનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યાર પછી સ્થાનિક લોકો તેમજ વન વિભાગ દ્વારા જાણવા મળ્યું કે બાળક પર દીપડાએ પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો.

આ વાતના સમાચાર મળતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલા બાળકનું નામ સેલૈયા કુમાર હતું અને તેની ઉંમર 9 વર્ષની હતી. બાળક સાંજના સમયે કુદરતી હાજત માટે ઘરથી થોડીક દૂર ગયો હતો. આ દરમિયાન એક દીપડાએ તેની ઉપર પ્રહાર કર્યો હતો અને તેને જંગલમાં ખેંચી ગયું હતું.

બાળકનું મૃતદેહ જંગલમાંથી ખૂબ જ વિકૃત હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ ગામના લોકોએ આ ઘટનાની જાણ નેત્રંગ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. માત્ર નવ વર્ષના દીકરાનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કુદરતી હાજત ગયેલા 9 વર્ષના માસુમ બાળકને ખૂંખાર દીપડાએ ફાડી ખાધો… દીકરાનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*