ભરૂચમાં બાઈક સવાર 2 યુવાનો ઝાડ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત… એક યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત…

Published on: 3:21 pm, Sun, 3 September 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા અકસ્માતો એવા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે, ઘણા અકસ્માતો તો એવા હોય છે જેમાં લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. પરંતુ અમુક અકસ્માતો એવા પણ હોય છે જેમાં લોકોનો ચમત્કારિક બચાવ પણ થાય છે.

આજકાલ રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં જ ભરૂચમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે, અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ માંડવી રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે બાઈક સવાર બે યુવાનો વૃક્ષ સાથે ભટકાતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામમાં રહેતા રાજેશ રૂપસિંગ વસાવા ના ભત્રીજા ભાવિક વસાવા બાઈક નજીક જીજે-16-ડીએલ-3282 લઈ ચાસવાડ તરફથી મેહુલ અશોકભાઈ વસાવા સાથે નેત્રંગ આવી રહ્યા હતા.

આ દરમિયાન સ્વામિનારાયણ મંદિર પાસે ભારત ગેસ કંપનીના ગોડાઉન સામે બાઇક સવારે વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઈજાઓને પગલે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઈચ્છાગ્રસ્ત મેહુલ વસાવા ને સારવાર અર્થે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હાલ અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભરૂચમાં બાઈક સવાર 2 યુવાનો ઝાડ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત… એક યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*