અમદાવાદમાં મંગેતરના ત્રાસથી કંટાળીને યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યુ… યુવતી યુવકને કહેતી હતી કે “તમે વાંદરા જેવા લાગો છો, હું…”

Published on: 12:09 pm, Mon, 17 July 23

અમદાવાદમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં એક યુવકની સગાઈ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતી સિપાહી યુવતી સાથે થઈ હતી. આ યુવતીને પોતાનો મંગેતર પસંદ ન હતો. જેથી યુવતી અવારનવાર યુવકને ટોણા મારતી હતી, એટલું જ નહીં પરંતુ યુવકને લગ્ન ન કરવા માટે પણ દબાણ કરતી હતી.

લગભગ બે દિવસ પહેલાં બંને જ્યારે મળ્યા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર પછી યુવકે યુવતીને ઘરમાંથી કાઢીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને વિગતવાર વાર કર્યો તો, અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતા જગદીશભાઈ પટેલના દીકરા જીગરની સગાઈ સાબરમતી સેન્ટ્રલ ઝેર ખાતે ફરજ બજાવતી ફાલ્ગુની ચાવડા સાથે થઈ હતી.

સગાઈ થઈ ગયા બાદ જીગર ફાલ્ગુનીના ઘરે અવાર-જવર કરતો હતો. જોકે એક દિવસ જીગર જ્યારે ફાલ્ગુની ના ઘરે ગયો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો આટલો વધી ગયો કે જીગરે ફાલ્ગુનીને ઘરમાંથી બહાર કાઢીને અંદરના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા જીગરના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સગાઈ થઈ ગયા બાદ ફાલ્ગુની જીગરને કહેતી હતી કે તમે વાંદરા જેવા લાગો છો. તમારા હાથ પગ નાના છે. તમારી હાઈટ ઓછી છે, તમારી બોડી પણ નથી. હું તમને પસંદ કરતી નથી મારા પપ્પાનું પ્રેશર છે. એટલા માટે હું લગ્ન માટે પણ ના કરી શકતી નથી.

જાણવા મળી રહ્યું છે કે ફાલ્ગુની જીગર ને પ્રેશર કરતી હતી કે તું લગ્ન માટે ના પાડી દે. જેને લઇને 14 જુલાઈના રોજ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પછી જીગરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં મંગેતરના ત્રાસથી કંટાળીને યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યુ… યુવતી યુવકને કહેતી હતી કે “તમે વાંદરા જેવા લાગો છો, હું…”"

Leave a comment

Your email address will not be published.


*