આનંદની પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ મીડિયા અને સંબોધી વખતે ગુજરાતની ગ્રામ પંચાયતમાં ઓબીસીની 10 ટકા અનામત ભાજપ સરકારની મેરી મુરાદના કારણે રદ થઈ છે તેવો આક્ષેપ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% અનામત અને જનરલ કરવામાં આવી અને જનરલ સીટ તરીકે ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું.
સાગર રબારી એ કહ્યું કે ઓબીસી સમાજનો જે બંધારણીય અધિકાર છે તેના એક મોટા વર્ગને લોકશાહી બંધારણીય અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેઓ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે.તેમને વધારેમાં કહ્યું કે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે કહેવાય છે અને સુપ્રીમ કોર્ટનો હવાલો અપાય છે. સુપ્રીમ કોર્ટ તરફથી આવેલા જજમેન્ટમાં કહેવાય છે
કે ઓબીસી કમિશનની રચના કરી કયા વિસ્તારમાં વસ્તીના પ્રમાણમાં કેટલી ઓબીસી સિટ રિઝર્વ કરવાની જરૂર છે તે નક્કી કરી લેવું અને પછી તે પ્રમાણે ચૂંટણી યોજવી.સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને માર્ગદર્શન અપાયું છે કે કામ માટે સ્વતંત્ર કમિશન નીમી આ કામ માટે છ મહિના માં પૂરું કરવાનું છે. આક્ષેપ લગાવતા કહ્યું કે ભાજપ સરકારના બદ ઇરાદાપૂર્વક
બહુ જ મોટા સમુદાયને પોતાના અધિકારથી વંચિત કરવા માટે કમિશનના ચેરમેનની નિમણૂક કરવામાં જ નથી આવી. જે કામ કરવાનું કહ્યું છે તે કામ કર્યું જ નથી. એટલે આ કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મર્યાદા સમય સુધી રોકી શકાય નહીં અને સરકાર ચેરમેનની નિમણૂક કરવાનું કામ નથી કરતી અને બીજી તરફ દબાણ આપે છે.
સાગર રબારી એ કહ્યું કે આમરની પાર્ટી જ્યારે આ મુદ્દાને સમર્થન કરે છે ત્યારે કોઈ પણ સમાજના બંધારણીય અધિકારનો વિરોધ કરતી નથી અને દરેક વ્યક્તિ જે આમ આદમી છે. દરેક નાગરિકના જે જે બંધારણીય અધિકારોનુંલન થાય ત્યાં આમ આદમી પાર્ટી તેમના બંધારણીય અધિકારોની સુરક્ષા માટે તેઓની સાથે ઉભી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment