કારમાં પેટ્રોલ પૂરું થતાં રોડની બાજુમાં ઉભેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાઈકે લગાવી જબરદસ્ત ટક્કર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મૃત્યુ – 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 4:08 pm, Wed, 6 July 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક સબ ઈન્સ્પેક્ટરએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સબ ઈન્સ્પેક્ટરની કારમાં પેટ્રોલ પૂરું થઈ જવાના કારણે તેઓ રોડની બાજુમાં ઊભા હતા.

આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે સબ ઇન્સ્પેક્ટરને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં સબ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં સબ ઇન્સ્પેક્ટરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

ત્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ માર્ગ અકસ્માતની ઘટના ઝાંસીમાં બની હતી. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા સબ ઇન્સ્પેક્ટરનું નામ અમોલસિંહ યાદવ હતું અને તેમની ઉંમર 56 વર્ષની હતી. તેઓ ગુમનવારા ગામના રહેવાસી હતા.

તેઓ 1991 માં પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. અમોલસિંહને સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળી હતી અને તેમનું પોસ્ટિંગ ફાયર બ્રિગેડમાં હતું. મંગળવારના રોજ સબ ઇન્સ્પેક્ટર અમોલસિંહ પોતાના કોઈ ગામથી બહારગામ ગયા હતા. તેઓ ત્યાંથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

અમોલસિંહના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમને બે દીકરાઓ અને એક દીકરી છે. જેમાં એક દીકરા અને દીકરીના લગ્ન થઈ ગયા છે. અમોલસિંહનો એક દીકરો હજુ અપરિણિત છે. અમોલસિંહના પત્ની કોરોના સમયગાળા દરમિયાન કોવિડના કારણે મૃત્યુ પામ્યા હતા.

અમોલસિંહના મૃત્યુના કારણે તેમના ઘરમાં માતમ છવાઈ ગયો હતો. અમોલસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને ફાયર વિભાગ નો સ્ટાફ અને પોલીસ લાઈનના આર આઈ સબઘર પહોંચ્યા હતા. હાલમાં પોલીસને સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધણીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કારમાં પેટ્રોલ પૂરું થતાં રોડની બાજુમાં ઉભેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાઈકે લગાવી જબરદસ્ત ટક્કર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મૃત્યુ – 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*