આમ આદમી પાર્ટીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું કે ખેડૂત નું અપમાન કરતી ભાજપને ખેડૂત…

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

આ ઉપરાંત ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહી છે. આ ઉપરાંત રૂપાણી સરકારે તેના પાંચ વર્ષની ઉજવણી અલગ અલગ દિવસોની ઉજવણી સાથે કરી રહી છે.

]આજ રોજ ગુજરાત રાજ્યમાં ખેડૂત સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેડુત સન્માન દિવસની ઉજવણી નો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના વિરોધમાં ભાજપ સરકારને ખેડૂત વિરોધ પાર્ટી ગણવામાં આવી રહી છે.

ત્યારે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ઇશ્વરદાન ગઢવી જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી પાર્ટી છે. કારણ કે ખેડૂતોને પૂરતી વીજળી કે પાણી મળતા નથી.

આ ઉપરાંત ખેડૂતોના પાકને ભૂંડ અને રોજડો દ્વારા ખૂબ જ નુકસાન કરવામાં આવે છે. તે માટે ખેડૂતોને તાર ફેન્સીંગ બનાવવા માટે પૂરતી મદદ નથી મળતી. તે સૌથી મોટી દુઃખની વાત છે કે આજે વીમા કંપનીને થાય તો કરવા માટે 50 ટકા સબસિડીની ઇંધણ પૂરી પાડવામાં આવે છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે ખેડૂતોને ટેકટર માટે કે ખેતીના કામ માટે ઉપયોગી ડીઝલમાં પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સબસીડી મળતી નથી ડીઝલની કિંમત 100 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.

જેના કારણે ખેડૂતોની ખેતી મોંઘી બની ગઈ છે. આ ઉપરાંત બિયારણ પણ દિવસે ને દિવસે મોંઘું બની રહ્યું છે. આ ઉપરાંત કેટલાક સ્થળોએ નકલી બિયારણ ના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. તે માટે ભારતીય જનતા પાર્ટીને ખેડૂત તરફ હોવાનો કોઈ હક નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*