ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં આંતરિક વિવાદ, હાર્દિક પટેલ અને ઇન્દ્રવિજયસિંહ નું જૂથ…

121

ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે આ વખતે અનેક પાર્ટીઓ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં મેદાનમાં ઊતરશે ત્યારે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં જ કોંગ્રેસમાં ક્કળાટ શરૂ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં બે ભાગ પડી ગયા છે. જેમાં એક તરફ હાર્દિક પટેલ અને બીજી તરફ ઇન્દ્રવિજયસિંહ ગોહિલના ગ્રુપ હવે આમને-સામને આવી ગયા છે. જેમાં બંને ગ્રુપ પોતાના સમર્થક માંથી કોઈને પ્રમુખ બનાવવા માટે મક્કમ છે.

આ ઉપરાંત કોંગ્રેસની ચૂંટણી સમયે જ બે ભાગ પડતા કોંગ્રેસના નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે. આ ઉપરાંત ઇન્દ્રવિજયસિંહ ગ્રુપના ઉમેદવારોમાં ઋતુરાજ ચુડાસમા, અભય જોટવા, જયેશ દેસાઈ છે.

ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સમર્થનમાં વિશ્વનાથસિંહ વાઘેલા છે. તેમજ યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં આજે ટોપ ત્રણ સભ્યોની પસંદગી કરાશે તેમનું દિલ્હી ખાતે ઈન્ટરવ્યુ પણ ગોઠવવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના યુથ કોંગ્રેસના પ્રમુખ ની જાહેરાત કરવામાં આવશે.

મળતા હતા મુજબ 15 દિવસમાં 1 લાખ 82 હજારથી વધુ યુથ કોંગ્રેસના સભ્યો બનાવાયા છે. જેમાં એક સભ્યની નોંધણી ફી રૂપિયા 50 હોય છે.

પાર્ટીમાં જોડાયેલા નિખીલ સવાણીએ યુથ કોંગ્રેસ પર આકરા આક્ષેપ લગાવ્યા હતા. આ ઉપરાંત નિખીલ સવાણીએ કહ્યું હતું કે યુથ કોંગ્રેસ દ્વારા દર ત્રણ વર્ષે મેમ્બરશીપ અભિયાન માત્ર રૂપિયા ઉઘરાવવા માટે જ કરવામાં આવે છે. નિખિલ સવાણી આ સમગ્ર માહિતી કોંગ્રેસ છોડ્યા બાદ પત્રકાર પરિષદમાં આપી હતી.

અને કહ્યું હતું કે કોરોના થી મૃત્યુ પામેલા લોકોના ઘરે કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા હતા પરંતુ કોંગ્રેસના કાર્યકારી હાર્દિક પટેલના પિતાના અવસાન દરમિયાન તેમના ઘરે કોઈ પણ ગયું હતું નહીં.’

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!