ગુજરાતના ભાવનગર નો એક જવાન શહીદ, બે નાનકડા બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા…

195

આપણા દેશના જવાનો દેશ માટે પોતાની પરિવારની ચિંતા કર્યા વિના દિવસ-રાત બોર્ડર પર ઉભા છે. અને કેટલાક જવાનો હતો પોતાની ફરજ બજાવતા બજાવતા શહીદ પણ થઈ જાય છે. ત્યારે ભાવનગર થી મોટા ખોખરા ગામના વતની વીર જવાન પરેશભાઈ નાથાણી નું ગઈકાલે આકસ્મિક રીતે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ વીર જવાન પરેશભાઈ નાથાણી જમ્મુના 68 આમડ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. તેઓ થોડાક દિવસ પહેલા જ બે મહિનાની રજા લઈને ભાવનગર ના મોટા ખોખરા ગામે પોતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન વીર જવાન પરેશ નાથાણી નું મૃત્યુ થયું હતું.

વીર જવાન પરેશ નાથાણી મૃત્યુની ખબર પડતા જ આખા ગામમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું. વાણંદ સમાજ નું ગૌરવ એવા પરેશભાઈ નાથાણી 17 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત બે જ વરસ રિટાયરમેન્ટના બાકી રહ્યા હતા.

તે દરમિયાન હાર્ટ એટેક આવતા વીર જવાન પરેશભાઈ નાથાણી નું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત વીર જવાન પરેશ માકાણી જમ્મુના કાલુચક રેજિમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. આ ઉપરાંત તેમને એક દિકરો જેનું નામ નમન છે.

તેની ઉંમર 8 વર્ષની છે. આ ઉપરાંત એક દીકરી પણ હતી તેનું નામ જીયા અને તેની ઉંમર 4 વર્ષની છે. એવામાં વીર જવાન પરેશભાઈ નાથાણી મૃત્યુ થતાં બંને બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ ઉપરાંત વીર જવાન પરેશભાઈ નાથાણી ના મોટાભાઈ પાવાગઢ વેસ્ટ બેંગાલમાં દેશના સીમાડા ની રક્ષા કરી રહ્યા છે. તેમજ વીર જવાન પરેશભાઈ નાથાણી નું પાર્થિવ દેહને આજ મોટા ખોખરા ખાતે રાષ્ટ્રધ્વજના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આર્મી જવાનના મૃત્યુની ખબર પડતા જ ભાવનગરમાં શોખ નો માહોલ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!